________________
નેમિ કહે એહ ટાળ્યા ન ટળે, સો વાતે એક વાત; કૃષ્ણ કહે મારા બાળ બહ્મચારી, નેમિ જિણેસર ભ્રાત. હો પ્રભુજી- ૪ મહોટા રાજાની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળસે; સુરતરુ સરીખા અફળ જશે ત્યારે, વિષ વેલડી કેમ ફળશે. હો પ્રભુજી, ૫ પેટે આવ્યો તેહ ભોરીંગ વેઠે, પુત્ર કપુત્ર જ થાય; ભલો ભૂંડો પણ જાદવકુળનો, તુમ બાંધવ કહેવાય. હો પ્રભુજી ૬ છપ્પન કોડ જાદવનો રે સાહિબો, કૃષ્ણ જો નરકે જાશે; નેમિ જિનેસર કેરો રે બાંધવ, જગમાં અપયશ થાશે. હો પ્રભુજી ૭ શુદ્ધ સમકિતની પરીક્ષા કરીને, બોલ્યા કેવલજ્ઞાની; નેમિ જિનેસર દિયો રે દિલાસો, ખરો રૂપૈયો જાણી. હો પ્રભુજી, ૮ નેમિ કહે તમે ચિંતા ન કરશો, તુમ પદવી અમ સરખી; આવતી ચોવીશીમાં હોશો તીર્થંકર, હરિ પોતે મન હરખી. હો પ્રભુજી, ૯ જાદવકુળ અજવાળું રે નેમિજી, સમુદ્રવિજય કુળ દીવો; ઈદ્ર કહે રે શિવાદેવીના નંદન, ક્રોડ દીવાળી જીવો. હો પ્રભુજી, ૧૦
૩૪. કઠીયારાની સઝાય વીર જિનવર રે ગૌતમ ગણધરને કહે ગુરૂવાણી રે પુણ્યવંત પ્રાણી સદ્દહે કઠીયારો રે પરદેશી દુર્બોધ એ તે તો નિશ્ચયરે નવિ પામે પ્રતિબોધ એ
પ્રતિબોધ નિચે નવિ પામે છે તે દુબોંધ એ ધન કર્મ મર્મ જાગે જડને ધર્મ સાથે વિરોધ એ તવ કહે ગૌતમ સ્વામી ગણધર સંપુટ કરી મનોહાર એ
દષ્ટાંત કઠીયારા તણો મુજ કહો જગદીધાર એ... ૧ તવ જન્મે રે ચરમ જિનેશ્વર તેહ ભણી સુણ ઉત્તમ રે ગૌતમ ગોત્ર તણા ધણી કઠીયારો રે કોઈક એક પુર રહે તે તો અનુદિન રે મૂળી લેવા વન વહે
વન વહે ઈધણ કાજે એક દિન ગિરિ ગદ્વરમાં ગયો અતિ સરલ સુંદર તરૂ નિહાળી હૈડામાં હરખીત થયો તે તુરત છેધો મૂલ ખણતાં નીકળી કનક એક માટલી
વરપાંચ રત્નજડિત અદ્દભૂત જાતિરૂપતણી ભલી... ૨ શિરમૂળીરે વાંસે તે માટલીધરી ઘરે આવતાં રે વૃષ્ટિ થઈ અતિ આકરી
આ સક્ઝાય સરિતા