________________
७०
કેવલ પામી મુકિત સિધાવે, વાત સિદ્ધાંતે લખાણી રે. ૧૨ શ્રી વિજયદાન સૂરીશ્વર રાજ્યે, વિમલહર્ષ ઉવજ્ઝાયા રે; આણંદવિજય પંડિતવર શિષ્યે, ધનવિજય ગુણ ગાયા રે. ૧૩
૩૨. કૃષ્ણ-વાસુદેવ-બલદેવની સજ્ઝાય (210-4)
દુહા
અરિહંત પદ પંકજ નમી કર્મતણી ગતિ જેહ વર્ણવશું ભલી રીતથી સુણો ભવિ ! સસનેહ મેં સુખ-દુઃખ પામીયે કર્મે ભવજંજાળ કર્મ સકળ દૂરે ટળે લહીએ સુખ સુવિશાળ... ૨ દાધી નગરી દ્વારિકા નાઠા હલી મોરાર વનમાં વસતાં દુ:ખ સહ્યા ભાખું તે અધિકાર ૩
ઢાળ ૧
ગ્રીષ્મ કાળના જોરથી રે લાગી તૃષ્ણા અપાર કૃષ્ણ કહે બલભદ્રને રે શોધી લાવો તુમે વાર રે સૂકે તાળવું આવાર રે નહિં ચાલી શકાય લગાર રે બલભદ્ર કહે તેણી વાર રે કર્મતણી ગતિ એહવી મેરે લાલ... લેઈ આવું પાણી અમે રે તુમે રહેજો સાવધાન એમ કહીને ચાલીયા રે જોવે પાણીના થાન રે હરિસુતા તેહી જ રાન રે આવી નિદ્રા અસમાન રે એક પિતાંબર પરિધાન રે કર્મતણીગતિ એહવી મેરે લાલ... બલભદ્ર બોલે એમ વળી રે ઉંચું વદન નિહાળ બાંધવની રક્ષા કરો રે વનદેવી તુમે રખવાળ રે તુમ શરણે છે એ બાળ રે તેને જાળવજો સંભાળ રે હું આવું છું તત્કાળ રે કર્મતણી ગતિ એહવી મેરે લાલ... હલી તો પાણી લેવા ગયા રે આવ્યો જરા કુમાર ભાવિ ભાવના યોગથી રે રહ્યો વૃક્ષાંતર અવિકાર રે હરિપાદને મૃગલો ધાર રે બાણ મૂક્યું આકર્ષી ત્યાર રે
સજ્ઝાય સરિતા
૧
૧
૩