________________
ચૌદશને દિન રાજા રાણી, એકાકી પગપાળે;
મહિપતિ આગળ ને હું પાછળ, પહોંચ્યા બેઉ મહાકાળી. રાજ શી ૯ રાજાએ નિજ ખડ્ગ વિશ્વાસે, મારા કરમાં આપ્યું;
જબ નૃપ મંદિર માંહિ પેસે, તવ મેં તસ શિર કાપ્યું. રાજ શી ૧૦ રાયને મારીને પતિને જગાડું, ઢંઢોલતા નવિ જાગે;
નાગ ડસ્યો પતિ મરણ થયો તવ, ઉભય ભ્રષ્ટ થઈ ભાગી.રાજ શી૦ ૧૧ નાઠી વનમાં ચોરે લૂંટી, ગણિકાને ઘેર વેચી;
જાર પુરુષથી જારી રમતાં, કર્મની વેલ મેં સિંચી. રાજ શી૦ ૧૨ માધવ સુત કેશવ પિત્રુ શોધે, ભમી ગણિકાને ઘેર આવે;
ધન દેખી જેમ દુગ્ધ મંજારી, ગણિકાને મન ભાવે. રાજ શી ૧૩ ગણિકાએ દ્વિજ મુજને સોંપ્યો, જાણ્યું ન મેં લલચાવ્યો;
ધિક્ ધિક્ પુત્રથી જારી ખેલું, મેં નાચ નચાવ્યો. રાજ શી૦ ૧૪ જારી રમતાં કાલ વીત્યો બહું, એક દિન કીધી મેં હાંસી;
ક્યાંના વાસી કયાં જવાના, તવ તેણે અથ ઈતિ પ્રકાશી.રાજ શી ૧૫ દૃઢ મન રાખી વાત સુણી મેં, ગૃહ્યા મેં રાખી મારી;
પુત્રને કહ્યું તુમે દેશ સિધાવો, મેં દુનિયા વિસારી.રાજ શી૦ ૧૬ પુત્ર વળાવી કહ્યું ગાણિકને, હા-હા ધિક્ તુજ મુજને; મહાપાતિની શુદ્ધિ માટે, અગ્નિનું શરણ હો મુજને. રાજ શી૦ ૧૭ સરિતા કાંઠે અે સળગાવી, અગ્નિ પ્રવેશ મેં કીધો;
કર્મે નદીના પુરમાં તણાણી, અગ્નિએ ભોગ ન લીધો. રાજ શી૦ ૧૮ જલમાં તણાતી કાંઠે આવી, આહિરે બહાર કાઢી;
મુજ પાપીણીને નદીએ ન સંઘરી, આહિરે કરી ભરવાડી. રાજ શી ૧૯ તે ભરવાડણ દહીં દૂધ લઈને, વેચવા પુરમાં પેઠી;
ગજ છૂટયો કોલાહલ સુણીને, પાણીયારી ને હું નાઠી. રાજ શી૦ ૨૦ પાણીયારીનું બેડું ફૂટ્યું, ધ્રુસકે રોવા લાગી;
દહીં દૂધની મમ મટકી ફુટી, હું તો હસવા લાગી. રાજ શી૦ ૨૧ હસવાનું કારણ તે પૂછ્યું, વીરા ! મેં અથ ઈતિ કીધું;
કેને જોવું ને કેને રોવું હું, દૈવે દુ:ખ મને દીધું, રાજ શી૦ ૨૨ મહિયારીની દુ:ખની કહાણી, સુણી મૂર્છા થઈ દ્વિજને;
૬૮
સજ્ઝાય સરિતા