________________
अथ प्रारभ्यते विनयद्वात्रिंशिका ।
આ પૂર્વે અઠ્ઠાવીસમી બત્રીશીમાં દીક્ષાનું સ્વરૂપ વર્ણવ્યું. એ દીક્ષા પણ વિનયગર્ભિત હોય તો જ સફળ બને છે. તેથી હવે વિનયનું સ્વરૂપ વર્ણવાય છે
कर्मणां द्राग् विनयनाद्, विनयो विदुषां मतः । अपवर्गफलाऽऽढ्यस्य मूलं धर्मतरोरयम् ॥ २९-१॥
"
‘‘શીઘ્રપણે કર્મોને દૂર કરવાના કારણે વિનયને વિદ્વાનો માને છે. મોક્ષસ્વરૂપ ફળથી પૂર્ણ એવા ધર્મવૃક્ષનું મૂળ વિનય છે.''આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. શીઘ્રપણે, આત્મા ઉપર લાગેલાં જ્ઞાનાવરણીય વગેરે આઠેય કર્મને દૂર કરનારને વિનય કહેવાય છે. ‘વિનય’ શબ્દની ‘‘વિનયનાદ્ વિનવ:’’-આ વ્યુત્પત્તિને આશ્રયીને ‘વિનવ’ શબ્દનો ઉપર જણાવ્યા મુજબ અર્થ છે. આ વિનયને વિદ્વાનો માને છે. સર્વ કર્મોને દૂર કરતો હોવાથી તે વિદ્વાનોને માન્ય હોય જ-એ સમજી શકાય છે. વિનય, સકલ કર્મના ક્ષયને કરે છે, જેથી શીઘ્રપણે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અપવર્ગ-મોક્ષસ્વરૂપ ફળથી જે પરિપૂર્ણ છે, એવા ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ વિનય છે.
વિનયથી રહિત એવો ધર્મ, મોક્ષફળને પ્રાપ્ત કરાવતો નથી. કારણ કે વિનય વિના વિદ્યા મળતી નથી. વિદ્યા