________________
લેતી હોય છે અને કેટલીક વ્યથાને વધારી જતી હોય છે. એમાંથી ભવવ્યથાને દૂર કરનારી કથાને ઉદ્દેશીને મુખ્યપણે અહીં વિચાર કરાય છે. ભવની વ્યથાને વધારનારી કથાનું પ્રસંગથી નિરૂપણ કરીને ભવની વ્યથાને સર્વથા દૂર કરનારી કથાનું નિરૂપણ આ બત્રીશીથી કરાયું છે.
“અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રથા : આ ચાર ક્યા છે. એમાંની પ્રથમ કથા તે છે કે જેમાં (હવે પછી જણાવાશે) તે વર્ણવાય છે.” આ પ્રમાણે પહેલા
શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. તે તે નામ ઉપરથી જ તે તે કથાનો સામાન્ય અર્થ સમજી શકાય છે. શ્લોકના ચોથા પાદથી પ્રથમ કથાના વર્ણનની શરૂઆત કરી છે. બીજા શ્લોકના અંતે તેનો સંબંધ છે. બન્ને શ્લોકોમાં જણાવેલા અર્થનું અનુસંધાન કરવાથી શ્લોકાર્થ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. I૯-૧
પ્રથમ સ્થામાં જે વર્ણવાય છે, તે જણાવાય છે - विद्या शिल्पमुपायश्चानिर्वेदश्चापि संचयः । दक्षत्वं सामभेदश्च, दण्डो दानं च यत्नतः ॥९-२॥
“વિદ્યા, શિલ્પ, ઉપાય, નિર્વેદ, સંચય, દક્ષત્વ, સામ, ભેદ, દંડ અને દાન ઈત્યાદિ અર્થપ્રાપ્તિના ઉપાયો જ્યાં યત્નથી વર્ણવ્યા છે, તેને અર્થક્યા કહેવાય છે.”-આ