________________
બીજા ‘વિવાદ’સ્વરૂપ વાદનું નિરૂપણ કરાય છે -
छलजातिप्रधानोक्तिर्दुःस्थितेनार्थिना सह । વિવાદોડપિ વિનયાહામો વા વિઘ્નારિતા ૫૮-રૂા
“માન-સન્માનાદિના અર્થી એવા દરિદ્ર પ્રતિવાદીની સાથે છળ અને જાતિની પ્રધાનતા છે જેમાં એવા વાદને વિવાદ કહેવાય છે. અહીં પણ વિજયનો લાભ થતો નથી. અથવા પ્રતિવાદી તરફથી વિઘ્નની પ્રાપ્તિ થાય છે.’-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે લાભ, ખ્યાતિ, યશ અને પૂજા-સત્કારાદિના અર્થી એવા દરિદ્ર માણસની સાથે જે વાદ થાય છે તે ‘વિવાદ’ સ્વરૂપ વાદ છે. લાભ વગેરેના અર્થી જીવો મનથી દરિદ્ર હોય છે. જેની તૃષ્ણા ચિકાર છે; તેને દરિદ્ર કહેવાય છે. આવા દરિદ્રો પોતાની તૃષ્ણાને દૂર કરવાના બદલે પૂર્ણ કરવા પ્રયત્નશીલ બનતા હોય છે. ગમે તે રીતે વિજય પ્રાપ્ત કરવા માટે છલ અને જાતિનો પણ તેઓ આશ્રય લે છે.
અન્ય (વિવક્ષિત-એક) અભિપ્રાયથી બોલાયેલા શબ્દનો બીજા અભિપ્રાયે અર્થ કરી દૂષણના ઉદ્ભાવનને ‘છલ’ કહેવાય છે. જેમ કે ‘વત્તોય; નેપાહાવાતો નવશ્ર્વવત્ત્વાત્ આ દેવદત્ત નેપાળથી આવ્યો છે; કારણ કે આની પાસે નવકમ્બલ (નવી કામળી) છે. આ પ્રમાણે જણાવનાર વક્તાએ અહીં નૂતન (નવું) અર્થને જણાવવાના અભિપ્રાયથી ‘નવ’ પદનો પ્રયોગ કર્યો છે. ત્યાં ‘આની પાસે તો એક જ કામળી છે નવ ક્યાં
૫ ==
XEXXEXEXE
E