________________
તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. વર્તમાનમાં લગભગ આવી પરિસ્થિતિ વધુ જોવા મળે છે. ચર્ચા કરનારો વર્ગ ખૂબ જ ઝડપથી વધતો જાય છે. જેમને ‘ચર્ચા’ની સાથે કોઈ જ સંબંધ નથી; એવા લોકો જ્યારે ચર્ચા કરવા નીકળે છે ત્યારે આ ‘શુવાદ' ખૂબ જ પરાકાષ્ઠાએ પહોંચે છે. રાજકારણથી માંડીને દરેક ક્ષેત્રમાં ‘શુષ્કવાદ’નો મોટો વિસ્તાર છે. અહીં એ અંગે કશો જ વિચાર કરવાનો નથી. અહીં તો માત્ર લોકોત્તરમાર્ગસંબંધી તત્ત્વ અંગે જ વિચારવાનું છે. ‘શુવાદ’ ઉપર જણાવ્યા મુજબ નિરર્થક છે. વાદી કે પ્રતિવાદી બંન્ને માટે લાભદાયક નથી. ઉપરથી હાનિકારક છે. શુવાદને કરનારાઓએ લોકોત્તરમાર્ગને પણ ધીરે ધીરે પોતાના કાર્યક્ષેત્ર તરીકે આવરી લીધો છે. પોતાની શ્રદ્ધાહીન પ્રવૃત્તિ દ્વારા સ્વપ્રતિભાથી બીજાને હતપ્રભ બનાવવાનું કાર્ય શુવાદ કરે છે. તત્ત્વપ્રાપ્તિના સાધનને આ રીતે સામાન્ય જનને તત્ત્વથી દૂર રાખવા માટે જ્યારે ઉપયોગમાં લેવાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ અનિષ્ટની જ પ્રાપ્તિ થાય-તે સમજી શકાય એવી વાત છે. કરવું કે માનવું કશું જ નહિ અને માત્ર વાતો કરવી : એ ‘શુષ્કવાદ’નો સ્થાયીભાવ છે. એનાથી છૂટવા માટે તત્ત્વની જિજ્ઞાસાને પ્રાપ્ત કર્યા વિના ચાલે એવું નથી. ભવના સ્વરૂપની વિચારણા કરતા રહીએ તો કોઈક પળે એ જિજ્ઞાસા આવિર્ભૂત થશે, જેથી ભવિષ્યમાં તત્ત્વસમ્પ્રાપ્તિનો પરમતારક માર્ગ સરળ બનશે. ૮-૨૫
*
SEE EEEEE