________________
ઉપદેશથવણાદિમાં પણ પ્રવૃત્તિનો સંભવ છે. કારણ કે તે અર્થગત સંશયથી શક્ય છે. ૮-૩ના
ઉપર જણાવ્યા મુજબ સંભાવનાપ્રયુક્ત વિરતિસ્વરૂપ અહિંસા વગેરે જ પારમાર્થિક છે-તે જણાવાય છે – अपवर्गतरोर्बीजं मुख्याऽहिंसेयमुच्यते । सत्यादीनि व्रतान्यत्र जायन्ते पल्लवा नवाः ॥८-३१॥
“મોક્ષસ્વરૂપ વૃક્ષના બીજભૂત આ અહિંસા મુખ્ય કહેવાય છે અને એ બીજમાંથી સત્ય, અચૌર્ય વગેરે વ્રતો સ્વરૂપ નવા પલ્લવો ઉત્પન્ન થાય છે.”-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે શ્રી વીતરાગપરમાત્માએ આત્માદિનું જે સ્વરૂ૫ વર્ણવ્યું છે, તેને યથાર્થ સ્વરૂપે માનવામાં ન આવે તો હિંસાદિ પાપો અને તેનાથી સર્વથા વિરામ પામવા સ્વરૂપ અહિંસાદિ વ્રતો વગેરે કોઈ પણ રીતે સદ્ગત નહિ થાય. જેમ ધર્મ પારમાર્થિક છે તેમ તેનાં સાધનો પણ પારમાર્થિક છે. પૂર્વે જણાવ્યા મુજબ હિંસાની વિરતિનો સંભવ હોવાથી આ અહિંસા મુખ્ય છે, ઔપચારિક નથી. મોક્ષની પ્રાપ્તિ માટે તે મૂળભૂત કારણ હોવાથી તેને અપવર્ગતના બીજસ્વરૂપે વર્ણવી છે અને તેના કારણે આવિર્ભત સત્ય, અચૌર્ય વગેરે વ્રતોને નૂતન પલ્લવ તરીકે વર્ણવ્યા છે. આ બધાની તાત્ત્વિક્તાનું મૂળ શ્રી
BEE 10 EEEEEEE%