________________
પ્રયત્ન વડે ચારિત્રમોહનીયકર્મ ઉપક્રમ લગાડવા યોગ્ય છે-એમ જણાય છે. તેવા પ્રકારની શ્રદ્ધા અને પ્રવૃત્તિ ચારિત્રમોહનીય કર્મના ઉપક્રમ માટે કારણભૂત છે.
યદ્યપિ ચારિત્રમોહનીયસ્વરૂપ કર્મ ઉપક્રમ પામવા યોગ્ય હોય તો જ ઉપદેશશ્રવણાદિના વિષયમાં શ્રદ્ધા, પ્રવૃત્તિ થવાની છે. તાદશ પાપકર્મની ઉપક્રમણીયતાનો નિશ્ચય જ ન હોય તો શ્રદ્ધા, પ્રવૃત્તિનો સંભવ નથી. કારણ કે ઉપાય(પ્રવૃત્તિ)માં સંશય હોવાથી અર્થાત્ પ્રવૃત્તિથી પાપકર્મનો ઉપક્રમ થશે કે નહિ-આવો સંશય હોવાથી ઉપાયમાં પ્રવૃત્તિ જ અશક્ય છે. પરંતુ અર્થનો સંશય અને અનર્થનો સંશય અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિનું અંગ છે-એ આશયથી જણાવાય છે... સંશય જ્ઞાનતા...ઈત્યાદિ. આશય એ છે કે આનાથી લાભ થશે કે નહિ : આવો સંશય હોય તોપણ તાદશ અર્થના સંશયથી પ્રવૃત્તિ થાય છે અને આનાથી મને નુકસાન થશે કે નહિ : આવો સંશય હોય તો તાદશ અનર્થના સંશયથી નિવૃત્તિ થાય છે-એ સ્પષ્ટ છે. આ રીતે અર્થ(લાભ)ના સંશયથી ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય છે અને અનર્થના સંશયથી હેયમાં નિવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિના કારણે પરમાર્થથી સંસારનું જ્ઞાન થયેલું મનાય છે. બુદ્ધિમાન પુરુષોની એ મર્યાદા છે. આથી જ શ્રી આચારાંગસૂત્રમાં ફરમાવ્યું છે કે અર્થગત સંશય અને અનર્થગત સંશયના જ્ઞાનવાનને સંસાર પરિજ્ઞાત છે અને એવો સંશય જેને નથી તેને સંસારનું જ્ઞાન પણ નથી. મારું કર્મ ઉપક્રમણીય હશે એવી સંભાવનાથી તત્પુયુક્ત
SEE E