________________
તાદશ વિશેષ વૃત્તિ છે. તેમ જ શરીરપ્રયોજક પુણ્યસ્વરૂપ અદટમાં તાદેશવિશેષ અને પુણ્યત્વ બંન્ને વૃત્તિ છે. આ રીતે પુણ્યવાદિની સાથે સાંક્યું હોવાથી શરીરપ્રયોજક-અદષ્ટવિશેષવૃત્તિ જાતિવિશેષની સિદ્ધિ થતી નથી.
યદ્યપિ સાંક્યને બધા જ દોષાધાયક માને છે એવું ન હોવાથી શરીરપ્રયોજક-અદ>વિશેષવૃત્તિ જાતિવિશેષની સિદ્ધિ થઈ શકે છે અને તે સ્વરૂપે મિતાણગ્રહણની ઉપપત્તિ શક્ય છે. પરંતુ આ રીતે મિતાણુગ્રહણની ઉપપત્તિ માટે ઉપર જણાવ્યા મુજબ અદષ્ટમાં જાતિવિશેષસ્વરૂપ વિશેષની કલ્પના કરવા કરતાં આત્મામાં જ ક્રિયાની કલ્પના કરવાનું ઉચિત છે. અર્થા આત્મા પોતાની ક્રિયા વડે તે તે ક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલોનું ગ્રહણ કરે છે', એમ માનવાનું ઉચિત છે. “આ રીતે આત્માને ક્લિાવાનઅવિભુ માનીએ તો તે તે શરીરની અપેક્ષાએ આત્મામાં સંકોચ અને વિકોચ આદિની પણ કલ્પના કરવી પડશે, એ ગૌરવની અપેક્ષાએ તો આત્માને વિભુ માનવામાં જ લાઘવ છે.” આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે આત્માને વિભુ માનવામાં જે મિતાણુગ્રહણની અનુપપત્તિ થાય છે તે અનુપપત્તિના કારણે આત્મામાં અવિભુત્વની સિદ્ધિ થાય છે. આ સિદ્ધિના ઉત્તરકાળમાં આત્મામાં સંકોચ અને વિકોચાદિની કલ્પના કરવાનું ગૌરવ થાય છે. પરંતુ તે આત્માના ‘અવિભુત્વ'ની સિદ્ધિમાં બાધક નથી. યદ્યપિ આ રીતે સર્વત્ર ગૌરવદોષની બાધતા નહિ રહે, પરંતુ શરીરાવચ્છિન્ન(શરીરના પ્રમાણ મુજબ) પરિણામનો આત્મામાં 8888888888888888