________________
“આત્માની ક્રિયા વિના શરીરપ્રાયોગ્ય પરમાણુઓનું ગ્રહણ કઈ રીતે શક્ય છે તેમ જ સંયોગવિશેષાદિની કલ્પના પણ કઈ રીતે યોગ્ય છે ?”-આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આત્માને વિભુ માનવામાં આવે તો તે નિષ્ક્રિય હોવાથી પોતાના સર્વ પ્રદેશોથી એક ક્ષેત્રમાં રહેલાં પુલોને ગ્રહણ કરવાની ક્રિયા કરી ન શકે અને તેથી એ ક્રિયા વિના, શરીરનો આરંભ કરનારા નિયત પરમાણુઓનું ગ્રહણ કઈ રીતે શક્ય બને ? કારણ કે આત્માને વિભુ માનવામાં આવે તો તેનો સંબંધ જગતના બધા જ પદાર્થો સાથે હોવાથી સંબંધમાં કોઈ વિશેષતા ન હોવાના કારણે વિભુ આત્મા વડે લોકની અંદર રહેલા સમગ્ર પરમાણુઓનું ગ્રહણ થાય અથવા કોઈનું પણ ગ્રહણ ન થાય. કેમ કે ગ્રહણ અને અગ્રહણમાં કોઈ નિયામકવિશેષ
નથી.
અદેવિશેષના કારણે પરિમિત પરમાણુઓનું ગ્રહણ આત્મા કરે છે. –આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શરીર-પ્રયોજક પુણ્ય પાપસ્વરૂપ અદષ્ટમાં, સાંક્યદોષ આવવાથી જાતિસ્વરૂપ વિશેષની સિદ્ધિ થતી નથી. શરીરપ્રયોજક પુણ્ય સ્વરૂપ અદષ્ટમાં વૃત્તિ એ જાતિસ્વરૂપ વિશેષ; ભોગજનક પુષ્યમાં નથી. શરીરપ્રયોજક પાપસ્વરૂપ અદષ્ટમાં પુણ્યત્વ નથી. અને શરીરપ્રયોજક પુણ્યસ્વરૂપ અદષ્ટમાં એ જાતિવિશેષ અને પુણ્યત્વ બંન્ને છે. અર્થાત્ તાદશવિશેષાભાવવત્ પુણ્યમાં (ભોગજનક પુષ્યમાં) પુષ્યત્વ વૃત્તિ છે અને પુષ્યત્વાભાવવત્ તાદશ પાપમાં 33888888538888888€