________________
શ્રી અટકપ્રકરણમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે સર્વથા ક્રિયાથી રહિત એવો વિભુ અકર્તા એવો આત્મા કોઈનાથી હણાતો નથી અને કોઈને હણતો નથી. તેથી હિંસા ઉપપન્ન (સંગત) બનતી નથી. આશય એ છે કે કોઈ પણ વસ્તુ પોતાનાં કાર્યો કર્મ કરીને અથવા એકી સાથે કરે. સર્વથા નિત્ય સ્થિર એક સ્વભાવવાળી વસ્તુ અનંતાનંત કાળનાં બધાં કાર્યો એકી સાથે કરે : તે પ્રત્યક્ષથી બાધિત છે અને કર્મ કરીને કરે તો તેમ કરવાથી તેના અનેક સ્વભાવ માનવા પડે.. વગેરે કારણે એકાંતનિત્યપક્ષે ક્રિયાનો સંભવ જ નથી. તેથી ત્યાં હિંસા વગેરે વાસ્તવિક રીતે સંગત નથી. ઈત્યાદિ અન્ય ગ્રંથથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર દિશાસૂચન છે. વિસ્તારથી આ વિષય અન્યત્ર (શ્રી વીતરાગસ્તોત્રની ટીકા વગેરે સ્થળે) વર્ણવ્યો છે. R૮-૧પ
એકાંતનિત્યાદિપક્ષમાં તેઓએ જણાવેલા હિંસાદિના સંભવને જણાવીને તેના અસંભવને જણાવાય છે – मनोयोगविशेषस्य ध्वंसो मरणमात्मनः । हिंसा तच्चेन्न तत्त्वस्य सिद्धरर्थसमाजतः ॥८-१६॥
“મનોયોગવિશેષનો ધ્વસ : એ આત્માનું મરણ છે; તે હિંસા છે - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે તે મનોયોગવિશેષનો ધ્વંસ તેના કારણસમુદાયથી જ સિદ્ધ છે.”38589858539898883