________________
એક સ્વભાવવાળો છે. આવા પ્રકારના તેમના એકાંતદર્શનમાં કોઈ પણ રીતે હિંસા વગેરેનો સંભવ નથી. કારણ કે તે ફૂટસ્થ-સ્થિર એક સ્વભાવવાળો હોવાથી ખંડિત થયેલા શરીરવયવની સાથે એક પરિણામ માનીએ તોપણ આત્માનો વ્યય શક્ય નથી. અન્યથા આત્માના એ સ્વભાવની હાનિ થશે.
યદ્યપિ સાખ્યદર્શનમાં પ્રકૃતિના વિકારભૂત બુદ્ધિના દુઃખનું પ્રતિબિંબ પુરુષ-આત્મામાં પડવા સ્વરૂપ જે દુ:ખની ઉત્પત્તિ છે તસ્વરૂપ હિંસા સદ્ગત છે. તેમ જ તૈયાયિકોના મતમાં આત્માથી સર્વથા ભિન્ન એવો તેનો દુઃખસ્વરૂપ ગુણ, સમવાયસંબંધથી આત્મામાં રહેવાથી તસ્વરૂપ હિંસા સદ્ગત છે. પરંતુ પ્રતિબિંબ કાલ્પનિક હોવાથી અને સમવાય પણ કાલ્પનિક હોવાથી તેને લઈને હિંસા વગેરે સદ્ગત નથી; ઔપચારિક છે, મુખ્ય નથી.
જ્યાં પુષ્પાદિના સન્નિધાનથી સ્ફટિકમાં જે લાલ રૂપ વર્તાય છે, તેની જેમ બુદ્ધિમાં રહેલા દુઃખનું જે પ્રતિબિંબ પુરુષ-આત્મામાં પડે છે તે કાલ્પનિક છે, વાસ્તવિક નથી. તેમ જ આત્માથી સર્વથા ભિન્ન એવું દુઃખ સમવાયસંબંધથી રહે તોપણ તે વાસ્તવિક-(તેના ગુણસ્વરૂપ) બની શકે નહિ, તે ઔપચારિક જ બની રહે છે. કોઈ પણ રીતે આત્માના પર્યાયનો વિનાશ માનવામાં ન આવે તો સંડો કલ્પના કરવાથી પણ હિંસાનો વ્યવહાર ઘટી શકતો નથી. કલ્પના વાસ્તવિક્તાનું બીજ નથી... ઈત્યાદિ ભણાવનાર પાસેથી અથવા તો મુક્તાવલી વગેરેનું અધ્યયન કરીને સમજી લેવું જોઈએ. 385555555 EU 39588585€