________________
એને અન્યથાકામ કહેવાય છે. અસબુદ્ધ ભાષણને સંભિન્નાલાપ કહેવાય છે. પરને પીડા ઉપજાવવાની વિચારણાને વ્યાપાદ કહેવાય છે. ધનાદિને વિશે અસંતોષ સ્વરૂપ પરિગ્રહને અહીં અભિધ્યા કહેવાય છે. મિથ્યા અભિનિવેશ સ્વરૂપ દવિપર્યય છે અને પરુષાગૃત કઠોર-અસત્ય સ્વરૂપ છે. આ દશ અકુશલના વિપર્યયથી
અહિંસા, અસ્તેય વગેરે કુશલધર્મો દશ થાય છે. આ દશ કુશલધમોને જ વૈદિકો વગેરે બ્રહ્મ વગેરે પદો દ્વારા જણાવે છે. I૮-૯
ઉપર જણાવ્યા મુજબ અહિંસાદિ ધર્મસાધનોને બધા જ દર્શનકારો તે તે પદો દ્વારા વર્ણવતા હોવાથી બધા જ દર્શનકારો મોક્ષમાર્ગનું નિરૂપણ કરે છે. તેથી તેના નિર્ણય માટે ધર્મવાદની આવશ્યક્તા જ નહીં રહે : આ શંકાના સમાધાન માટે જણાવાય છે - मुख्यवृत्त्या क्व युज्यन्ते न वैतानि व दर्शने । विचार्यमेतन्निपुणैरव्यग्रेणान्तरात्मना ॥८-१०॥
“ધર્મસાધનભૂત અહિંસા વગેરે વાસ્તવિક રીતે ક્યા દર્શનમાં ઘટે છે અને ક્યા દર્શનમાં ઘટતા નથી-તેનો વિચાર આવ્યગ્ર એવા મન વડે નિપુણજનોએ કરવો જોઈએ.” આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે દરેક દર્શનકારોએ પોતપોતાની રીતે વ્રત, ધર્મ અને યમ વગેરે પદો દ્વારા અહિંસાદિનું વર્ણન કર્યું 8888888888888888€