________________
સત્યવચન, અસૈન્ય(અચૌર્ય), અલ્પના, બ્રહ્મચર્ય, અક્રોધ, આર્જવ, શૌચ, સંતોષ અને ગુરુશુશ્રૂષા-આ દશ ધર્મો છે. કલ્પનાના અભાવને અલ્પના કહેવાય છે. અસત્ ખ્યાતિના વિષયને કલ્પના કહેવાય છે. સરળતાને આર્જવ કહેવાય છે. મન-વચન-કાયાની પવિત્રતાને શૌચ કહેવાય છે.
સાંખ્યો અને વ્યાસઋષિના મતના અનુયાયીઓએ અહિંસાદિ પાંચને યમ તરીકે વર્ણવ્યા છે. તેઓ એમ જણાવે છે કે પાંચ યમ છે; તેમ જ પાંચ નિયમ છે. અહિંસા, સત્ય, અસ્વૈન્ય, બ્રહ્મચર્ય, અવ્યવહાર : આ પાંચ યમ છે. અક્રોધ, ગુરુશુશ્રૂષા, શૌચ, આહારની લઘુતા તથા અપ્રમાદ : આ પાંચ નિયમ છે. વ્યવહારના અભાવને અવ્યવહાર કહેવાય છે. આહારની લઘુતા; દ્રવ્ય, પ્રમાણ, રસ અને ટંકની અપેક્ષાએ અલ્પતા સ્વરૂપ છે. એક દ્રવ્ય કે બે દ્રવ્યથી નિર્વાહ થાય તો વધારે દ્રવ્યો વાપરવાં નહિ. એ દ્રવ્ય પણ અલ્પપ્રમાણમાં અને અલ્પરસવાળું વાપરવું. તેમ જ દિવસમાં એક કે બે વાર વાપરવું-એને આહારની લઘુતા કહેવાય છે. નિદ્રા-વિકથાદિના અભાવને અપ્રમાદ કહેવાય છે.
બૌદ્ધોએ આ ધર્મસાધનભૂત અહિંસાદિનું વર્ણન કુશલધર્મ તરીકે કર્યું છે. અકુશલધર્મના અભાવ-વિરુદ્ધ ધર્મ તરીકે કુશલધર્મો પ્રસિદ્ધ છે. અકુશલધર્મને જણાવતાં તેઓએ કહ્યું છે કે હિંસા, સ્તેય, અન્યથાકામ, પૈશૂન્ય, પરુષાનૃત, સંભિન્નાલાપ, વ્યાપાદ, અભિધ્યા, દવિપર્યય અને પાપકર્મ : આ દશ પ્રકારનાં અકુશલ; મન, વચન અને કાયાથી ત્યજવાં જોઈએ. પરદારાનું સેવન : EEEEEE
EEEEEEEE