________________
એનો આશય એ છે કે મુગ્ધ, બાળકો વગેરેને રત્ન, વિષ કે કાંટા વગેરેનો જે પ્રતિભાસ થાય છે, તે સમયે તેમને હેય-ઉપાદેયનો જેમ વિવેક હોતો નથી તેમ અહીં મિથ્યાષ્ટિઓને પણ તે તે વિષયનો પ્રતિભાસ હેયોપાદેયતાના વિવેક વગરનો જ હોય છે. શ્રી અટકપ્રકરણમાં એ મુજબ જણાવ્યું છે.
આવું પણ વિવેકશૂન્ય જ્ઞાન તેમને અજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે આત્માનો ગુણ જ્ઞાન જ છે. પરંતુ મિથ્યાત્વના ઉદયને લઈને તેને જ્ઞાન નથી માનતા પણ અજ્ઞાનરૂપ માને છે. તેના આવરણ સ્વરૂપ જ્ઞાનાવરણીય કર્મને પણ અજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એ અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (મન્ટરસવાળાં દળિયાના ઉદયથી) આ વિષય પ્રતિભાસજ્ઞાન થતું હોય છે. જ્ઞાનીવU/પીવું... આ પદથી અટકપ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે.
મિથ્યાદૃષ્ટિઓને જ થનારું આ વિષય પ્રતિભાસજ્ઞાન; “તધેયત્વીદ્યવેદ્ર' આ પદથી શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યા મુજબ ઉપાદેયત્વ અને હેયત્વ વગેરેના નિર્ણયને કરાવતું નથી. યદ્યપિ મિથ્યાષ્ટિઓને પણ ઘટાદિના જ્ઞાનથી ઘટાદિની ગ્રાહ્યતા(ઉપાદેયતા)દિનો નિશ્ચય થાય છે પરંતુ સ્વવિષયતા જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી અર્થાત્ વિષયપ્રતિભાસજ્ઞાનમાત્રમાં ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી. કારણ કે સ્વસંવેદ્ય એવું વિષયપ્રતિભાસ જે જ્ઞાન છે તે સ્વયં અગ્રાહ્ય-હેય હોવા છતાં તેનો નિર્ણય તેનાથી (વિષયપ્રતિભાસજ્ઞાનથી) થતો નથી. કોઈ એક વિષયપ્રતિભાસજ્ઞાનથી તેવો નિર્ણય થાય તો પણ તેની વિવક્ષા કરાતી નથી. સકલ વિષયપ્રતિભાસજ્ઞાનથી ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી: આ વસ્તુને જણાવવા શ્લોકનું છેલ્લું પદ છે. IIક-શા
EDID
]D]|DF\E
SEEDEDGEI EID SED