________________
આત્મપરિણતિમદ્ જ્ઞાનનું સ્વરૂપ વગેરે જણાવાય છે - भिन्नग्रन्थे द्वितीयन्तु ज्ञानावरणभेदजम् ।
श्रद्धावत् प्रतिबन्धेऽपि कर्मणा सुखदुःखयुक् ॥६-४॥ “જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું; પ્રતિબન્ધ (અવરોધ) હોવા છતાં શ્રદ્ધાવાળું અને પૂર્વકર્મના યોગે સુખદુ:ખથી યુક્ત એવું બીજું આત્મપરિણતિમદ્ જ્ઞાન સમ્યદૃષ્ટિ આત્માઓને હોય છે.'' આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે; રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રન્થિનો ભેદ જેણે કરી લીધો છે-એવા ભિન્નગ્રન્થિક સમ્યગ્દષ્ટિ આત્માઓને બીજું આત્મપરિણતિમદ્ જ્ઞાન હોય છે, જે જ્ઞાનાવરણીયકર્મના ભેદથી (ક્ષયોપશમથી) થતું હોય છે. એ પ્રમાણે અટકપ્રકરણમાં જણાવ્યું છે કે એ આત્મપરિણતિમજ્ઞાન; જ્ઞાનાવરણીયકર્મના હ્રાસ(ક્ષયોપશમ)થી ઉત્પન્ન થાય છે. એ જ્ઞાન શ્રદ્ધાવાળું હોય છે. વસ્તુના ગુણ અને દોષના પરિજ્ઞાનપૂર્વકની ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાને શ્રદ્ધા કહેવાય છે. સમ્યગ્દષ્ટિ આત્માને સંસારની અસારતાનું અને મોક્ષની પરમાર્થતાનું જ્ઞાન હોવાથી સંસારથી મુક્ત બની મોક્ષને પ્રાપ્ત કરવા માટે એકમાત્ર ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા હોય-એ સમજી શકાય છે. એવી ઈચ્છાસ્વરૂપ જ અહીં શ્રદ્ધા છે. એ શ્રદ્ધાથી પૂર્ણ એવું બીજું જ્ઞાન છે. ચારિત્રમોહનીયકર્મના ઉદયથી ચારિત્ર ગ્રહણ કરવામાં અન્તરાય (પ્રતિબન્ધ-વિઘ્ન) હોવા છતાં સમ્યગ્દર્શનના પ્રભાવે ચારિત્રની ઈચ્છાસ્વરૂપ શ્રદ્ધા હોવામાં કોઈ જ બાધ નથી. પૂર્વકાળમાં બાંધેલા કર્મના કારણે આત્મપરિણતિમદ્ જ્ઞાન
{IFIED
VOLAR ADVARVARD