________________
(૫)
નિમળ શીયળરૂપ હારવાળી, અને ચંદ્રસમાન વદને કરી લક્ષ્મીને પણ જીતનારી પદ્માવતી નામની તે રાજાને રાણી હતી, છતાં એક દૂષણ તેણુમાં એ હતું કે તેને કોઈ પણ સંતતિ ન હતી
સંતતિને માટે ચિંતા કરતી રાણું એક દિવસ ઉદાસીન થઈને બેઠી હતી તે અવસરે એક પરિવાજિક તેણીની પાસે આવી. તેણીએ રાણીને દિલાસો આપતાં જણાવ્યું. બાઈ ! તમને પુત્ર થશે, ચિંતા નહિં કરે. ઈત્યાદિ કહીને નાનાપ્રકારની ઔષધીઓથી મિશ્રિત ચૂર્ણ સ્નાન કરવા માટે આપ્યું. રાણીએ સુવર્ણાદિકથી તેણીને સત્કાર કર્યો. તે સર્વ વસ્તુ લઈ પરિવાજિકા ચાલતી થઈ. કેટલોક વખત ચાલ્યો ગયો પણ રાણીને કાંઈ સંતાન ન થયું. છેવટે કેટલાક વર્ષ બાદ રાણીએ એક પુત્રીનો જન્મ આપે. જન્મ થવા પહેલાં સ્વપ્નમાં કુલદેવીએ આવીને રાણીને જણાવ્યું કે–આ તારી પુત્રી સર્વજને ને વંદનીય સાધ્વી થશે. આ સ્વમથી રાણીને ઘણે સંતોષ થયા. રાજાએ પુત્રીની ભવિષ્યની સ્થિતિ વિચારી તેણીનું શીળવતી નામ રાખ્યું. પુત્રી પણ જન્મદિવસથી લાવણ્ય, રૂપ અને સૌભાગ્યાદિ ગુણ સાથે વૃદ્ધિ પામતી અનુક્રમે યુવાવસ્થામાં આવી પહોંચી.
અદ્ભુત રૂ૫, લાવણ્યવાળી પુત્રીને દેખી રાજા વિચારમાં પડે કે મારી પુત્રીને લાયક કોઈ પણ વરની મારે શોધ કરવી જોઈએ. ચિંતાથી સંતપ્ત થયેલ જયવમ રાજાએ, પ્રધાન પુરુષને એકલી અને નેક રાજકુમારોની શોધ કરાવી તથાપિ કઈ પણ રાજકુમાર, રાજકુ મારીને લાયક જણાયો નહિં. આથી વિષાદ પામી રાજા ચિંતવવા લાગે છે–ભલે પુત્રી વિદ્વાન હોય તથાપિ તે માતા, પિતાને ચિંતાનું કારણ થઈ પડે છે, “કન્યાને પિતા' એ નામ ખરેખર દુઃખરૂપ જ છે, કેમકે, પુત્રીને જન્મ થતાં ચિંતા થાય છે, મોટી થતાં આ કન્યા કોને આપવી તે સંબંધી વિશેષ ચિંતા થાય છે, પરણાવ્યા પછી તે સુખમાં રહેશે કે કેમ ? વિગેરે અનેક વિકલ્પ થાય છે. આ પ્રમાણે રાજા