________________
(૪૬)
સુખથી નિરપેક્ષ બનશે, તેનાથી તમને કંટાળો આવશે, પાસે આવ્યા છતાં તે સંગેને ફેંકી દેવાને ઇચ્છશે અને કોઈ પણ કાળમાં તે સુખ વૈભવની તમને ઇચ્છા નહિ જ થાય એવી જ્યારે તમારી દશા પ્રગટ થશે ત્યારે જ તમને મહાન આત્મિક સુખવાળું મેક્ષ મળશે.
આ પ્રમાણે નિર્ણિત છે તે પછી આ માયિક પ્રપંચથી ભરેલાં, સંગ, વિયોગવાળા સંબંધોની કે આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરપૂર દુનિયાના સુખની ઇચ્છા ન કરે, તે તો સ્વાભાવિક જ મળી આવશે. મૂળ ઉદ્દેશ કર્મક્ષયને જ લક્ષમાં રાખી કાંઇ પણ શુભ ક્રિયા કરે. પરિણામ સારું જ આવશે.
રાજપુત્ર ચંપકલતાએ નિયાણું કરી આયુષ્ય પૂર્ણ થતાં આ દેહને ત્યાગ કર્યો. જિનપૂજાદિ પુન્ય કર્મના સંયોગે અને કરેલ નિયાણાના હેતુથી કિન્નર જાતિના વ્યંતર દેવનિકાલમાં કિન્નરી પણે ઉત્પન્ન થઈ, અંતમુહૂર્તમાં પર્યાતિભાવને પામી. અહીં ઉત્પન્ન થવાનું કારણ તપાસતાં અવધિજ્ઞાનના બળથી પિતાને પાછો જન્મ દીઠે. તીર્થ પરના સ્નેહથી તે ભરૂચ્ચમાં આવી, મુનિસુવ્રતસ્વામીની મહાન વિભૂતિએ પુષ્પાદિકથી વિવિધ પ્રકારે પૂજા કરવા લાગી. તીર્થ ઉપરના મેહથી ભારતવર્ષમાં તીર્થાધિષ્ઠાત પણું ભોગવવા લાગી. આજે ગિરનારના પહાડ ઉપર નેમનાથ પ્રભુને વંદન કરવા નિમિતે મારૂં અહીં આગમન થયું છે. તે ચંપકલતા અને તેનાથી પાછલા ભવની ધાવમાતાનો જીવ તે હું જ કિન્નરી છું.
- સ્વધની બંધુ! પવા ધાત્રીના ભવથી મારું સવિસ્તર કથાનક મેં તને (મિત્ર સહિતને) સંભળાવી આપ્યું છે. તેં તો મારું ચરિત્ર પૂછયું હતું, પણ સુદનાના સંબંધ સાથે મારું ચરિત્ર ગુંથાયેલું હોવાથી પ્રસંગોપાત રાજપુત્રી સુદર્શના દેવીનું ચરિત્ર પણ મેં તમને જણાવ્યું છે. મને ખેદ માત્ર એટલો જ છે કે,-સુદર્શના દેવીના મેહથી હું મારા મનુષ્યપણાથી ભ્રષ્ટ થઇ છું. જે મનુ જિંદગીમાં મેક્ષ પર્યંતનાં સાધનો મનુષ્ય કરી શકે છે તેવા ઉત્તમ માનવભવમાં હું