________________
- (૨૪).
ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંગ અને અનિષ્ટ વિયોગથી જેટલે અંશે રાગ, ષ, હર્ષ, શેક થાય છે તેટલે અંશે છો નવીન કર્મબંધ કરે છે. આ રાગદ્વેષથી ઉત્પન્ન થતાં કર્મો અનેક રૂપે પરિણમી, નાના પ્રકારની ગતિઓમાં નાના પ્રકારનાં શરીર-દેહ ધારણ કરાવે છે. અર્થાત તે કર્મફળ ભોગવવા નિમિત્તે પૃથ્વી, પાણુ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, જનાવર, દેવ, માનવ અને નરકાદિ નિઓમાં-જાતિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. પહેલા પાંચ સ્થાવરમાં ઘણે વખત રહ્યા બાદ અકામ નિર્જરાના યોગે ( ઈચ્છા સિવાય અવ્યક્ત રીતે જે દુ:ખ સુખ ભોગવવામાં આવે છે અને તેથી જે કમ ભેગવાઈ ઓછાં થાય છે તેને અકામનિર્જરા કહે છે) કાંઈક કર્મો ઓછો થતાં વિલેંદ્રિયપણું પ્રાપ્ત થાય છે (બેઈદ્રિય, ત્રણ ઈક્વિ, ચાર ઈદ્રિયવાળા જીવન વિકલેંદ્રિય કહેવામાં આવે છે), તેથી પણ વિશેષ કમ ઓછો થતાં તિયચ પંચૅક્રિયપણું પ્રાપ્ત થાય છે. આ અનુક્રમે કર્મથી વિશેષ વિશુદ્ધ થતો જવ કાંઈક પુણ્યોદયની મદદથી મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. મનુષ્યપણું મેળવ્યા છતાં પણ આયે દેશમાં ઉત્પન્ન થવું તે વિશેષ પુણ્યની મદદથી જ થાય છે. આય ક્ષેત્રમાં જ પ્રાય: ધર્મની ઉત્તમ સામગ્રી કે સગવડતા હોય છે, આદેશ પ્રાપ્ત થવા છતાં પણ ઉત્તમ કુળ, જાતિ, બળ અને શારીરિક વિશિષ્ટ સંપત્તિ મળી આવવી સર્વ વિશેષ વિશેષ પુણ્યાધીન છે. આ સર્વ મળ્યા છતાં જે આયુષ્ય સ્વલ્પ હોય (ડું હોય) અથવા શરીર નાના પ્રકારના રોગાદિકથી ભરપૂર હોય તો તે સર્વ મળ્યું છતાં ન મળ્યા બરોબર થાય છે. કારણ કે પૂર્વે કહેલ દુર્લભ સામગ્રીને સારો ઉપયોગ થેડું આયુષ્ય અને રોગીષ્ટ શરીરને લઇને યથાયોગ્ય થઈ શકતો નથી. આથી એમ નિશ્ચિત થાય છે કે ખરેખર પ્રબળ પુણ્યોદય હોય તો જ દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીર મળે છે.
આ સર્વ સામગ્રી મળ્યા છતાં પણ ઘણું જ વિષય, કષાય, પ્રમાદાદિને વશ થઈ જિનેશ્વર ભગવાનને કહેલ ધર્મ પામી શક્તા