________________
(૩ર૪).
હે રાજ! કામ શલ્યતુલ્ય છે, કામ વિષતુલ્ય છે અને કામ ઝેરી સર્પસમાન છે. કામની પ્રાર્થના-ઇચ્છા કરવાવાળા વિનાયોજને દુર્ગતિમાં જાય છે. શુભાશુભ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાચનાર અને દ્વેષ કરનારાઓ, સંયોગ વિયેગથી ઉત્પન્ન થતાં અનંત દુઃખ પામે છે, માટે હે રાજન ! પરમાર્થથી દુઃખરૂપ અને દુખના કારણભૂત વિષયસુખનો ત્યાગ કરી, પરલોકહિતકારી ધર્મમાં ઉધમવાનું થાઓ.
રાજાએ કહ્યું-મિત્ર પ્રધાન ! આટલા દિવસ તું ભારે હિતસ્વી થઈને આજે તું શા માટે મારું અહિત કરે છે. અનામત–નહિં દીઠેલા સુખને માટે વર્તમાનકાળમાં મળેલા સુખનો ત્યાગ કરવો તે જ મારું અહિત છે.
પિતાને અવસર મળ્યો જાણુ, રાજાની ઈચ્છાનુસાર ચાલનાર સંભિવ્યોત નામને પ્રધાન રાજાની તરફેણ કરી બલવા લાગ્યો..
મહારાજા! આ સ્વયં બુદ્ધ ભાયાવી છે. તે આપને મળેલા સુખને ત્યાગ કરાવી શીયાળની માફક નહિં મળેલા સુખને પ્રયત્ન કરાવી પાછળથી પશ્ચાતાપ કરાવશે.
રાજાએ કહ્યું શીયાળને પાછળથી કેવી રીતે પશ્ચાત્તાપ થયો?
પ્રધાને કહ્યું-એક શીયાળ પાસે, ખાવા સારૂ તેના મેઢામાં માંસ. ની પેસી હતી. નદીકિનારે ફરતા એક મચ્છ તેના દેખવામાં આવ્યો. તે મેળવવા માટે માંસને પીંડ જમીન પર મૂકી તેની તરફ દોડો. તેને આવતો દેખી મચ્છ જલ્દી દડી નદીમાં જઈ પડયા. પેલો માંસને પિંડ સમળી ઉપાડી ગઈ. શીયાળ બનેથી ભ્રષ્ટ થયો. પાસે મળેલું મૂકી બીજું લેવાની આશાથી ઉભયથી ભ્રષ્ટ થતાં તેને ઘણે પશ્ચાત્તાપ થ, તેમ હે ભદ્ર સ્વયં બુદ્ધ ! શીયાળની માફક રાજાને તમે ઉભયભ્રષ્ટ કરી મહાન પશ્ચાતાપ કરાવશો.
સ્વયં બુદ્ધે કહ્યું. પ્રધાન ! તમારું કહેવું સ્વાર્થ સાધવામાં તત્પર વેશ્યાના હાવભાવ સરખું છે, તે કય બુદ્ધિમાન મનુષ્ય માન્ય કરશે? પૂર્વે અનેક ધીર પુરૂષોએ આ ધન, સ્વજન, રાજ્યાદિકને અનિત્ય