________________
(૩૧૮)
સામાયિક ૧. દોસ્થાપના ૨. પરિહારવિશુદ્ધિ ૩. સુક્ષ્મ સંપરાય ૪. યથાખ્યાત. ૫.
સામાયિક ચારિત્રના બે ભેદ છે એક થોડા વખતનું અને બીજું યાવતછવપર્યતનું જેને ઇત્વરીક અને ભાવકથિત ન મથી ઓળખાવવામાં આવે છે. પહેલા છેલ્લા તીર્થકરના મુનિઓને ઇત્વરીક સામા યક જધન્યથી સાત દિવસનું હેય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. મધ્યમતીર્થકરના તથા મહાવિદેહક્ષેત્રના મુનિઓને એક યાવત કથીત સામાયિક હેય છે તે જધન્યથી અંતરયુહુર્ત પ્રમાણે અને ઉત્કૃષ્ટથી દેશ ઊણું પૂર્વ કેડી વર્ષપર્યત હોય છે.
છેદે સ્થાનિક ચારિત્ર બે પ્રકારનું હેય છે. અતિચારવાળું અને અતિચાર વિનાનું અતિચાર ન લાગે હોય છતાં પણ છ માસ પછી જે ઉપસ્થાપના કરવામાં (મૂળ વ્રત ઉચરાવવામાં) આવે છે. તેને અને ત્યાર પછીના અતિચાર વિનાના ચારિત્રને નિરતિચાર ચારિત્ર કહે છે. મુળ ગુણમાં અતિચાર લગાડનારનું ચારિત્ર સાતિચાર ગણાય છે. વળી નિરતિચાર ચારિત્રવાળા પણ રીષભદેવજીના તથા પાર્શ્વનાથ પ્રભુના સાધુઓને, અન્ય તીર્થમાં (અજીતનાથ અને વીરપ્રભુના તીર્થમાં સંક્રમણ કરતાં છેદેપસ્થાપનીક ચારિત્ર હોય છે.
- ત્રીજું ચારિત્ર પરિહારવિશુદ્ધ નામનું છે. તેના બે ભેદ છે. એક નિર્વિશ્યમાન અને બીજું નિર્વિષ્ટકાય. તે ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરનારા નિવિશ્યમાન કહેવાય છે. અને તે ક્રિયાનો પાર પામેલા નિવિ. કાય કહેવાય છે. આ બાબતમાં આ સંપ્રદાય છે કે, નવ સાધુઓ અને ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરે છે. ચાર સાધુઓ તે તપત્રરણાદિ ક્રિયા કરે છે. ચાર સાધુઓ તેઓની સેવા ભકિતમાં રહે છે. અને એક કલ્પસ્થીત વાચનાચાર્ય થાય છે. ક્રિયા કરનારા જઘન્યમાં એક ઉપવાસ, મધ્યમ તપમાં બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ તપમાં અઠમ ( ત્રણ ઉપવાસ ) ઉનાળે, શીયાળો અને ચોમાસામાં અનુક્રમે કરે છે. પારણે આંબિલને તપ કરે છે. અન્ય પાંચ સાધુઓ