________________
(૩૧૫)
છે છતાં ઉદ્યમથી સાધ્ય છે, રાજ્યને સ્વસ્થ કરી હું આપની પાસે . ચારિત્ર૫ જહાજ (વહાણ) અંગીકાર કરીશ.
ગુરૂએ ઉત્તર આપે. રાજન ! થોડે પણ વખત પ્રતિ બંધ ન કરીશ.
ગુરૂની આજ્ઞા શીર પર ચડાવી રાજ સહર્ષ શહેરમાં આ વ્ય.. મંત્રી, સામે તાદિ સર્વ રાજ્યમંડળને બોલાવી, તેઓને પોતાનો ચારિત્ર. લેવાને અભિપ્રાય જણાવી, અમરસેન કુમારને રાજ્યાભિષેક કર્યો. પછી તરતજ મેટા આડંબર સહિત નરસુંદર રાજાએ અનેક સામે ત, મંત્રી પ્રમુખ સંધાતે શશીકભાચાર્ય સમીપે ચારિત્ર લીધું. ગુરૂમહારાજે, ચારિત્ર માર્ગમાં કેમ ચાલવું, કેમ બેસવું, કેમ બોલવું વિગેરે શિક્ષા આપી.
जयं चरे जयं चिठे जयं आसे जयं सण । जयं भुजतो भा संतो पावकम्मं न बंधइ ॥ १ ॥
હે મહાનુભાવો યતનાપૂર્વક ચાલો, યતાના પૂર્વક ઉભા રહે. યતનાપૂર્વક બેસે, યતના પૂર્વક સુ, યતનાપૂર્વક આહાર કરો. અને યતનાપૂર્વક બેલો. આ સર્વ સ્થળે યતના (સાવધાનતા) પૂર્વક પ્રવૃત્તિ કરતાં જીવ પાપકર્મ બાંધન નથી. વિગેરે.
ગુરૂશ્રી તરફથી ઉપદેશ પામી, તે પ્રમાણે સર્વ ક્રિયાઓ કરતાં વળી ગુરૂ, કાન, બાળ, વૃદ્ધ પ્રમુખ મુનિઓની વૈયાવૃત્ય કરતાં તે નરસુંદર મુનિએ, જ્ઞાનમાં તેમજ આત્મગુણમાં મહાન વૃદ્ધિ કરી. ગુરૂકૃપા અને આત્મવીર્યથી તે મહામુનિ શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રને પારગામી થ. ગુરૂશ્રીએ આચાર્યપદને યોગ્ય જાણું પિતાના પદ પર (આચાર્યસ્થાને) સ્થાપિત કર્યા. - મિથ્યાત્વ તિમિર મંડળના સંહાર માટે દિનમણિ (સુર્ય) તુલ્ય થઈ, અનેક ભવ્ય જીને પ્રતિબંધિત કર્યા. અનેક શિષ્યોને સમુદાય ઉત્પન્ન કરી, એગ્ય શિષ્યને પિતાના પદ પર સ્થાપિત કરી;