________________
( ૧૭ ) એક વખત પાટલીપુત્ર શહેરના અધિપતિ જયરાજાએ વિનયપૂર્વક પોતાના મંત્રી સાથે મહસેન રાજાને વિજ્ઞપ્તિ કરી કે-હે મહસેન નરેશ ! પૃથ્વીમંડળના મંડનારૂપ ચંપકલતા નામની મારે એક પુત્રી છે. મારી કુંવરીનાં મારે પિતે વખાણ કરવાં તે છે કે યોગ્ય નથી છતાં તેના સદ્ભૂત ગુણો જણાવવા તે કાંઈ અગ્ય ન જ ગણાય, તેથી હું ટૂંકામાં એટલું જ જણાવું છું કે અદ્દભુત રૂપની સૌંદર્યતા, અને ઉત્તમ ગુણોની સુગંધતા એ આ રાજકુમારી ચંપકલતામાં મર્યાદા વિનાની છે, અર્થાત તેના જેવી રૂપવાન અને ગુણવાન રાજકુમારી કોઈ નથી.
આ રાજકુમારીના વિવાહ માટે અનેક રાજકુમાર તરફથી માંગણીઓ કરવામાં આવી હતી, છતાં કુમારી તેમાંના કોઈ પણ કુમાર સાથે પાણિગ્રહણ કરવાનું પસંદ કરતી જ ન હતી. એક દિવસે ચિતારા પાસે રહેલું તમારું ચિત્રપટ્ટ તેણને દેખાડવામાં આવ્યું. તે ચિત્રપટ્ટ નિહાળતાં જ અકસમાત તમારા ઉપર તેણું અનુરાગિણી થઇ છે. આ વૃત્તાંત મારા જાણવામાં આવતાં પુત્રીને લાયક પતિ મ જાણું હું ઘણો ખુશી થયો. અને તરત જ આ મારી પુત્રી તમાને અર્પણ કરવાની માંગણી માટે મારા પ્રધાનને તમારી તરફ મોકલાવ્યા છે, તો તમે તે માંગણુને રવીકાર કરશે, અને તેનું પાણિગ્રહણ કરવા માટે અમુક દિવસે પરિવાર સહિત અહીં પધારશે.
આ પ્રમાણે જયરાજાનાં મંત્રીનાં વચનો સાંભળી મહસેન રાજાને ઘણો આનંદ થયે. પ્રધાનની વાત ધ્યાનમાં લઈ, તેણે તરત જ રાજાની માંગણુને સ્વીકાર કર્યો, અને પારિતોષિક આપવાપૂર્વક વિશેષ સત્કાર કરી મંત્રીને વિદાય કર્યો.
મહસેન રાજાએ લગ્નપ્રસંગની સામગ્રીઓ તૈયાર કરી રાજ્યભાર મુખ્ય પ્રધાનને સોંપ્યો. અને કેટલાંક યોગ્ય મનુષ્યો સાથે