SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯૭) કરવા આવતા દેનાં વિમાન સંબંધી છે. અમૃતથી પણું આધક મીઠાશવાળો આ જે શબ્દ સંભળાય છે તે, યોજનગામી વાણીવડે ધર્મોપદેશ આપતા આપના પુત્રને છે. મારૂદેવાજી ધ્યાન આપી તે શબ્દો સાંભળવા લાગ્યા. એ અવસરે ભગવાન આ પ્રમાણે કહેતા હતા. भयवं च साहइ तया सम्बोवि जिओ ममत्तदोसेण । बंधेइ मोहणीयं कम्मं तो भमइ भवममियं ॥१॥ सम्मत्तसंजुओ पुण जइ मुयइ ममत्तमखिलभवेसु । तो मुयइ जहन्नपए अंतमुहुत्तेण भवभावं ॥२॥ એ અવસરે ભગવાન કહેતા હતા કે સર્વ મમત્વના દોષથી મોહનીય કર્મ બાંધે છે તેથી મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ જે તે જ છ વસ્તુતત્વના ગ્રહણ ત્યાગરૂપ યથાવસ્થિતતત્વમાં પૂર્ણ શ્રદ્ધા રાખી, સર્વ પદાર્થ ઉપરથી મમત્વને ત્યાગ કરે તે ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત જેટલા સ્વ૫ વખતમાં સંસારવાસથી મુક્ત થાય છે. ઇત્યાદિ દેવાદિ પર્ષદામાં ધર્મોપદેશ આપતા તે મહાપ્રભુનાં વચને સાંભળી મારૂદેવાજી, જેમ વરસાદ વરસી રહ્યા પછી વનસ્પતીનાં ઘરે મોટાં મોટાં પાણુનાં બિંદુઓ મૂકે છે તેમ, હર્ષના આવેશમાં નેત્રમાંથી આંસુનાં બિંદુએ મૂકવા લાગ્યાં. ઉતમ ધ્યાનચોગથી જેમ કર્મ નિર્જરી જાય છે તેમ, અણુના વહેતા પ્રવાહથી તેમની આંખ આડે આવેલાં પડળે નીકળી ગયાં. પડળો દૂર થતાં દ્રવ્ય, ભાવ બન્ને પ્રકારે નિર્મળ નેત્રવાળી મારૂદેવા માતા, ભરતે કહેલી સર્વ બીના પ્રત્યક્ષ જેવા લાગ્યાં. તે દેખતાં તેમના આનંદને પારન રહ્યો. પુત્રપ્રેમ દેવિ પ્રેમમાં બદલાઈ ગયો. રીષભદેવજીની દશ્ય મૂત્તિ પુત્ર તરીકે નાહં પણ એક મહાપ્રભુ તરીકે અનુભવવા લાગી. તેઓ ચિંતવવા લાગ્યાં. અહા! આ જ મહાપ્રભુ લોકમાં મંગળ છે. તે જ -ઉત્તમ છે. અનાથોને નાથ તરીકે આ જ શરણ્ય છે. આ જ પરમાત્મા,
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy