________________
(૨૮)
ખાડામાં આવ્યા. નિવિડ કચ્છ બાંધી, કેશ પ્રમુખ સમેટી લઈ બને જણ યુદ્ધ કરવાને સન્મુખ થયા. '; ' મજબૂત સંહાનવાળા અને દુધર્ષ શરીરવાળા રાજકુમારને જોતાં જ બળવાન છતાં કાળમેવ ભ પામી ગયે. તે વિચારવા લાગ્યો કે-આ રાજકુમાર રાજાને વહાલો જમાઈ થવાનું છે. તેમજ તે બળવાન છે. આ ઠેકાણે મારો જય થવાથી કે પરાજય થવાથી કોઈ પણ રીતે મારૂં શ્રેય થવાનું નથી. આ પ્રમાણે ભય અને સંક્રમથી તે મહલનું હૃદય ત્યાં જ ફૂટી ગયું અને તરત જ મરણ પામ્યો. મલ્લ અખાડામાં રાજકુમારના વિજયને જયઘોષ થવા લાગે. એ જ અવસરે બળશાળી રાજકુમારના કંઠમાં રાજકુમારીએ સ્નેહના પાશરૂપ વરમાળા સ્થાપન કરી.
બનેને યોગ સંયોગ થયો હોવાથી લોકો પણ સાધુવાદ બેલવા લાગ્યા. ઉત્તમ દિવસે વર તથા કન્યાનું પાણિગ્રહણ થયું દરેક મંગળ ફેરા વખતે લોકોને આશ્ચર્ય થાય તેટલું દાન રાજાએ વરકન્યાને આપ્યું.
કેટલાક દિવસ ત્યાં રહેવા બાદ રાજકુમાર સસરાને પૂછીને પોતાના દેશ તરફ જવાને તૈયાર થયો. ' પુત્રી પરના સ્નેહથી રાજાએ કુમારને ભલામણ કરી કે-દેહની છાયાની માફક મારી પુત્રીને તમે કોઈ દિવસ એકલી ન મૂકશે, અને તેને ઓછું ન લાગે તેમ સાચવશે. કુમારે સભ્યતાથી યોગ્ય શબ્દોમાં પ્રત્યુત્તર આપે.
દુરસહ વિયોગથી તૂટતા સ્નેહ પાશવાળા રાજાએ રાજકુંવરીને છેવટની હિતશિક્ષા આપતાં જણાવ્યું. વહાલી પુત્રી ! સગુણ કે નિગુણ અપ પર માતાપિતાને અપૂર્વ પ્રેમ હોય છે અને તેથી જ અપત્યના હિત માટે તને કાંઈ કહેવું જોઈએ એમ ધારો અમે અમારી ફરજ બજાવીએ છીએ. તારે તે પ્રમાણે વર્તન કરી તારી ફરજ બજાવવી.