________________
મારા મનમાં કોઈ પણ ચિંતા કે ખેદ નથી. આ સર્વ આપને જ ઉપકાર છે. મારી બાલ્યાવસ્થામાં આપે ધાર્મિક સમજુતિવાળું તાત્વિક જ્ઞાન અપાવ્યું તો જ મારી આવી મનની પ્રબળ શાંતિવાળી સ્થિતિ થઈ રહી છે. માતાજી! તે માટે આપે મારા પર જે ઉપકાર કર્યો છે તેને કાંઈ પણ બદલો વાળવાને ભારે પ્રસંગ ન આવ્યો એટલું જ મારા મનમાં ખટકે છે. મારા પિતાશ્રીએ પણ ધાર્મિક જ્ઞાન માટે મારા ઉપર તેટલો જ પ્રયાસ લીધો છે તે ખાતે તેઓને આભાર અનેક જિંદગીઓ પર્યત ચાલુ જ રહેશે. હું સર્વ જીવોને ખમાવું છું. વિશેષ પ્રકારે જેમના સહવાસમાં વિશેષ આવી છું તે સર્વને ખમાવું છું. મારો અપરાધ સર્વ જીવો ક્ષમા કરો. હું સર્વને માફી આપું છું. સર્વ છો મારા મિત્રો છે. મને કોઈ સાથે વેરવિરોધ નથી. ભાઈ ધનપાળ! તને વિશેષ પ્રકારે ખાવું છું. મારા તરફનો નેહભાવ આજે પૂર્ણ થાય છે. હવે મારો મેળાપ સ્વર્ગ લોકમાં જ થશે. આટલું બેલતાં જ તે બળા બેહોશ થઈ પથારીમાં ઢળી પડી. સહજવાર પછી પાછી શાંતિ વળી. ધનપાળે નજીકમાં બેસી તેનું મસ્તક પિતાના ખેાળામાં લીધું. સાવચેતીથી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરાવવા લાગ્યો. ધન્ના પણ એક ચિત્તથી માનસિક જાપ કરતી હોય તેમ મનમાં સ્મરણ કરવા લાગી. પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતાં કરતાં સહજ વારમાં તેનો પવિત્ર આત્મા આ દેહ મૂકીને ઇચ્છા સંપન્ન મનોરથવાળી દેવભૂમિમાં જઈ વસ્ય.
અહા ! કેટલી બધી ક્ષણભંગુર સ્થિતિ ! આયુષ્યની અસ્થિરતા ? સંગેની વિગશીલતા ! સ્નેહી વહાલા કુટુંબ વચ્ચે કર્લોલ કરતી બાળા. આ દુનિયા ઉપરથી બીજી દુનિયા ઉપર ચાલી ગઈ.
ધાને વિગ તેના સર્વ કુટુંબને દુઃખરૂપ થઈ પડ્યો. તેમાં ધનપાળને વિશેષ પ્રકારે દુસહ દુઃખ થયું. તેના નેત્રમાંથી અનો પ્રવાહ વહન થવા લાગ્યો. તેનું કઠોર હૃદય પણ કોમળ થઈ રડવા લાગ્યું. તત્ત્વજ્ઞાનમાં નિપુણ ધનપાળ આજે મોહનિદ્રામાં ઘેરાવા