________________
(૧૫૯)
યથાસ્થિત જણાવ્યાથી તેણીએ કહ્યું. પાછળથી આપણને પશ્ચાત્તાપ ન થાય તે લાયક પતિ પુત્રી માટે શોધજે.
પુત્રી માટે હું ચિંતામાં હતો તે અવસરે તામ્રલિપિ નગરીને નિવાસી ગષભદત્ત સાર્થવાહ મારી દુકાન પર આવ્યો, એકતો સાધમી અને વળી સમૃદ્ધિમાન જાણું તેની સાથે મારે પ્રીતિ બંધાણી. એક દિવસ ' મારી પુત્રી પ્રિયદર્શનાને દેખી તે સાર્થવાહે જણાવ્યું. મિત્ર! નિરૂપમ રૂપાદિ ગુણવાન, ગંધર્વ, કાવ્ય અને ગુટિકાદિ પ્રયોગમાં પ્રતિષ્ઠા પામેલો વીરભદ્ર નામને ભારે પુત્ર છે. તેને લાયક કન્યાની શોધમાં હું ફરતે હતો તેવામાં તમારી કન્યા મારા દેખવામાં આવી. તમારી કન્યા સર્વ પ્રકારે મારા પુત્રને યોગ્ય છે. તે બંનેને સંબંધ થાય તો અનુકૂળ સંયોગ બની આવે સાર્થવાહનું વચન મેં . માન્ય કરવાથી તેને ઘણે સંતોષ થયો. તે તામ્રલિપ્તિ ગયો અને મોટા સમુદાય સાથે વિવાહ માટે વીરભદ્રને મારે ત્યાં મોકલ્યો. વીરભદ્રના ગુણાદિથી અમને સંતોષ થયો. શુભ મુહૂર્તે મહત્સવપૂર્વક પ્રિયદર્શન સાથે તેનું પાણિગ્રહણ થયું. કેટલાક દિવસ અહીં રહી, પ્રિયદર્શનાને સાથે લઈ તે પિતાને શહેર પાછો ગયો. માની પુરુષો સસરાને ઘેર વધારે વખત રહેતા નથી.
થોડા દિવસ પછી મને સમાચાર મળ્યા કે- મારી નિર્દોષ પુત્રીને વિના અપરાધે મૂકીને તે જમાઈ કોઈ ઠેકાણે ચાલ્યો ગયો છે. તે સાંભળી મને દુઃખ થયું. જમાઈની શોધમાં મેં ઘણે પ્રયત્ન કર્યો પણું મારો સર્વ પ્રયાસ નિરર્થક ગયે હું નિરાશ થયો. પુત્રીના દુખે દુખી થઈ મુરતાં મને ઘણે વખત થયા, તેમાં આજે આ વામણ તરફથી જમાઈના સંબંધમાં કેટલાક સમાચાર મને મળ્યા છે, તો હું કૃપાસિંધુ ! ભારે જમાઈ ક્યાં ગયો અને હાલ કયાં છે ? તે સંબંધમાં ખુલાસે આપી મારું દુઃખ દૂર કરશો.
- કુંભ ગણુધરે જણાવ્યું. શ્રેષ્ઠી ! વીરભદ્રના મનમાં એવો વિચાર આવ્યું કે બહેતર કળામાં હું પ્રવીણ થયે. અનેક મંત્ર અને સિદ્ધ