________________
(૧૫૩)
લાગ્યો. અનુક્રમે અરિહતાદિ વીશ સ્થાનકનું સમ્યફ આરાધના કરી તીર્થંકરનામકર્મ બાંધ્યું. બીજા પણ શ્રતવિધિ અનુસાર સિંહનિક્રિીડિતાદિ અનેક તપ કર્યા. છેવટની અવસ્થામાં બર્બરતિલક પર્વત ઉપર આરૂઢ થઈ, પર્વતની માફક દઢ ચિત્ત કરી, અણુસણ કરવાપૂર્વક, ધર્મધ્યાનની પરાકાષ્ટામાં આ દેહનો ત્યાગ કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં કાતીત દેવપણે ઉત્પન્ન થયાં.
" દેવ આયુષ્ય પૂર્ણ કરી, આ ભારતવર્ષના હસ્તિનાપુર શહેરમાં વિશ્વસેન રાજાની અચિરાદેવી રાણુની કક્ષામાં શાંતિનાથ તીર્થકરપણે ઉત્પન્ન થયાં. ગુહાવાસમાં પાંચમા ચક્રવતી રાજાના પદનું પાલન કરી, અવસરે શ્રમણ માર્ગ અંગીકાર કર્યો. કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. સોળમા શાંતિનાથ તીર્થકરના મહાન પદને પામી, અનેક જીવોને દેશાનામૃતથી શાંત કરી નિર્વાણ પદ પામ્યા.
આ પ્રમાણે અભયદાનનું માહાત્મ વિસ્તારપૂર્વક તમને સંભ+ ળાવ્યું. તમારે પણ તમારી શકિત અનુસાર જીવોને અભયદાન આપવા માટે પ્રયત્ન કરો.
વખત થઈ જવાથી મુનિશ્રીએ પિતાને ઉપદેશ સમાપ્ત કરે. એટલે ગુરુશ્રીને વંદન કરી, સાર્થવાહ, સુદર્શન, શીળવતી વિગેરે પિતાના નિવાસસ્થાન તરફ આવ્યાં, અને જ્ઞાન, ધ્યાન, દેવપૂજન, કઉપદેશનું મનન અને સદ્દવિચારાદિમાં દિવસ વ્યતીત કર્યો.
ત્રીજે દિવસે પાછા સર્વે ઉપદેશ શ્રવણ કરવાને ગુરુશ્રી પાસે હાજર થયા, ચુસ્ત્રીએ પણ પોતાને સદુપદેશ આગળ ચલાવ્યો.