________________
॥ ૐ અર્ફે નમઃ ।।
સુદર્શના
પ્રકરણ પહેલુ
धनपाल अने धन्ना, अनंतविज्ञानावशुद्धरूप नि. स्तमोहादिपरस्वरूपम् । नरा मरेंद्रः कृतचारुमतिं नमामि ताथशमनंतशक्तिम् ॥ १ ॥
અનંત વિજ્ઞાનવાળા, વિશુદ્ધ આત્મસ્વરૂપવાળા, મેહાદ પર– સ્વરૂપ-વિભાવદશાને દૂર કરનારા અને મનુષ્ય તથા દેશના ઇદ્રોવડે ઉત્તમ ભકિત કરાતા એવા, અનંત શકિતમાન તીથ કર દેવને નમસ્કાર કરું છું.
સંસારના ત્રિવિધ તાપરૂપ ગ્રીષ્મ ઋતુથી પીડાયેલા જીવાને ધદેશનારૂપ પુષ્કરાવત મેશ્વને વરસાવી શાંત કરનાર વીશમા તીયકર શ્રીમાન મુનિસુવ્રતસ્વામીને નમસ્કાર કરું છું કે જેના શાસનમાં રાજકુમારી સુદર્શનાની ઉત્પત્તિ થયેલી છે. તેમજ તત્ત્વજ્ઞાનદાતા શ્રીમાન ગુરુવર્યને પણ ત્રિવિધ નમસ્કાર કરું છું.
વિશાળ દક્ષિણા ભારતવર્ષના મધ્ય ખંડમાં અનેક ઊઁચા શિખરાથી ઘેરાયેલે! ક્રિન નામને રમણિક પહાડ શાભી રહ્યો છે, તેના અગ્નિખૂણાના ભાગમાં હિરણ્યપુર નામનું એક મોટુ શહેર