________________
(૧૧૪)
રહેલો આ સંસાર ખરેખર દુઃખરૂપ જ છે. આવા દુઃખમય સંસારને જાણી તમારે જીનેશ્વર ભગવાનના કહેલ ધર્મમાં વિશેષ પ્રકારે ઉજમાળ થવું જોઈએ.
ઇત્યાદિ મીઠાં વચનાએ, દેવી ચંદ્રલેખાને આશ્વાસન આપી શીળવતી વાહાણ પર ચડી બેઠી. સુદર્શન પણ પિતાનાં માતાપિતા, બંધવ સખીઓ અને નગર લોકોને ખમાવી, મીઠાં વચનોથી સંતોષી, શીળવતીની જોડે આવી બેઠી. શુભમતિ શીળવતીની સાથે બેઠેલી સદના, ઉત્તમ વિમાન પર સરસ્વતીની સાથે બેઠેલી લક્ષ્મીની માફક શોભવા લાગી.
સાર્થપતિ ઋષભદત્ત પણ નરપતિ સહિત રાણુ ચંદ્રલેખાને પ્રશુભ કરો પિતાના જાહોજ પર આવી બેઠે.
ફરી બીજીવાર માતા, પિતાને આનંદ થાય તેમ સુદર્શનાએ પ્રણામ કર્યો. અને છેવટે પિતાની માતૃભૂમિ સિંહલદીપને સદાને માટે છેવટને નમસ્કાર કરી ભરૂઅચ્ચ નગર તરફ સમુદ્ર માગે તે વાના થઈ.
પ્રકરણ ૨૨ મું
વિમળગિરિનો પહાડ-અને મહાત્માનું દર્શન.
પવનવેગથી વહાણે સમુદ્રમાં ચાલવા લાગ્યાં. નાના પ્રકારનાં આશ્ચર્યકારી દેખાવ ઠેકાણે ઠેકાણે નજરે પડવા લાગ્યાં. મચ્છ, કાદિ જળચર જીવોથી ભરપુર સમુદ્રને નિહાળતાં, સુદનાને કાંઈ નજ અનુભવ મળ્યો. તેણુએ શીળવતીને જણાવ્યું.
અમ્મા ! આ સંસારની માફક સમુદ્ર પણ દુતર, દુઃસહ, દુરાલેકનીય, દુધિગમનીય અને દુઃખના નિધાન જે. મને ભાસે છે.