________________
(૧૦૦)
જ
કરતાં
રેળની ઉપ
કરી
હ, અને
(૧. અરિહંતનું શરણ ૨. સિદ્ધનું શરણ, ૩. સાધુનું શરણ. ૪. ધમનું શરણ આ ચાર શરણ) કરવાં. સાવધ(પાપવાળા) વ્યાપારને ત્યાગ કરી, પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં થોડી નિદ્રા લેવી. નિદ્રા દૂર થતાં જ જિંપાક ફળની ઉપમાવાળા વિષયસુખના સંબંધમાં વિચારણું કરી જેમ બને તેમ તેનાથી વિરક્ત થવા પ્રયત્ન કરો, અને મોક્ષમાર્ગમાં સહાયભૂત ચારિત્ર રવીકાર કરવા સંબંધી ઉત્તમ મનેર કરવા.
આ પ્રમાણે પ્રતિદિવસ(નિરંતર) ક્રિયા કરનાર મનુષ્ય ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ મોક્ષસુખને પિતાની નજીકમાં લાવી મૂકે છે.
ઈત્યાદિ નાના પ્રકારે ચારણુશમણ મુનિના મુખથી ધમશ્રવણ કરી, ચંદ્રગુપ્ત રાજાએ ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. શીળવતી તથા સદના બને વિષયસુખથી વિરક્ત થયાં. દેશવિરતિ (ગૃહસ્થ ધર્મ) લેવાને અશક્તિવાળા જીવોએ સમ્યકત્વને (ધર્મશ્રદ્ધાને) સ્વીકાર કર્યો, અને તે પણ નહિ ગ્રહણ કરનાર છવોએ મધુ, મધ, માંસાદિ નહિ વાપરવાને અભિગ્રહ લીધે.
આ પ્રમાણે અનેક જીવોનો ઉદ્ધાર કરી, પરોપકારી મહાત્મા ચારણશ્રમણ નંદીશ્વરદીપ તરફ જવા માટે આકાશમાર્ગે ચાલ્યા ગયા
પ્રકરણું ૧૯ મું.
પૂર્વજન્મસ્થાને જવાને સુદર્શનાને આગ્રહ.
મુનિશ્રીના જવા પછી વિનયપૂર્વક ફરી વાર પિતાના ચરણમાં નમન કરી સુદર્શનાએ જણાવ્યું. પિતાજી! મારા પર પ્રસાદ કરી મને