________________
(૯૯).
સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં જે જે પદાર્થો સુખના હેતુભૂત અનુભવાય છે તે સર્વનું મૂળ કારણ પુણ્ય છે. કર્મનાં શુભ પુદ્ગલો તે પુણ્ય કહેવાય છે. - જે જે પદાર્થો દુઃખરૂપ અનુભવાય છે તેનું મૂળ કારણ પાપ છે. કર્મનાં અશુભ પુદ્ગલો તે પાપ કહેવાય છે.
પાંચ ઈદ્રિય અને મનની રાગ, દેશવાળી પરિણતિ તે આશ્રાવનું કારણ છે. શુભાશુભ કર્મોનું આવવું તે આશ્રાવ કહેવાય છે.
પાંચ ઈદ્રિયના વિષયોની ઇચ્છાને નિરોધ કરવો તે સંવરનું કારણ છે. આવતાં કર્મ રોકવા તે સંવર કહેવાય છે.
બાલ તથા અત્યંતર એમ બે પ્રકારનો તપ તે નિર્જરાનું કારણ છે. આત્મપ્રદેશ સાથે લાગેલ કર્મો ઝરી જવાં તે નિજ રા કહેવાય છે.
મિયાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તે કર્મબંધનાં કારણે છે. આત્મપ્રદેશ સાથે ખીર-નીરની માફક કર્મ પુદ્ગલેનું પરિણુમાવવું તે બંધ કહેવાય છે.
કરી બંધ ન થાય તેવી રીતે, શુભાશુભ કર્મોનું આત્મપ્રદેશથી સર્વથા નિઝરી નાખવું તે મોક્ષ કહેવાય છે. - રાજન ! આ નવ તો ધર્મના મૂળ તરીકે વિશેષ ઉપયોગી છે. સ્વ–પર જીવોના કલ્યાણ અર્થે-યા રક્ષણ અર્થે આ તો ઘણી સારી રીતે જાણવાં જોઈએ. તાત્વિક સુખના ઈચ્છક બુદ્ધિમાન જીએ, આત્માના સત્ય યાને તાત્વિક સ્વરૂપને જાણું, બનતા પ્રયત્ન કર્મબંધનથી બચવા માટે પ્રયાસ કરવો જોઈએ.
ધર્માથી જીવોએ લોકવિરુદ્ધ કાર્યને અવશ્ય ત્યાગ કરે. તેમાં ધર્મવિરુદ્ધ કાય તે વિશેષ પ્રકારે વર્જવાં. તેમ ન કરવાથી અનેક ભમાં તે વિપત્તિનું કારણ થાય છે. તેમજ અધોગતિને આપનારી
સાથે
જાય અને
પરિણાવવા