________________
દિતીયાત્તિ સંબંધી બે બેલ
સાહિત્યની દુનિયામાં સ્વ. પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજયકેશરઅરિજી મહારાજનું સાહિત્ય કાંઈક નવીન જ પ્રકાશ ફેકે છે. તેઓશ્રીના રચિત સાહિત્યમાં સંસારના પ્રાણીઓ આત્માભિમુખ બની તે માર્ગ મા પ્રગતિ કરી અનંત સુખના ભોગી બને એ જ ધ્વનિગોચર થાય છે.
આત્મિક દષ્ટિકોણથી લખાયેલું આ સાહિત્ય અનેક જીવોને રૂચિકર નીવડયું છે.
જનતાની વિશેષ માંગણું તે બાબતનું સમર્થન કરે છે.
પ્રસ્તુત “ રાજકુમારી સુન્શન યાને સમળીવિહાર” નામનું પુસ્તક તેઓશ્રીની કલમે આલેખાયું છે.
સાથે સાહિત્યને આધ્યાત્મિક દષ્ટિ મુખ્ય રાખી ભિન્ન ભિન્ન પ્રસંગોમાં ભિન્ન ભિન્ન રસોની પતિ કરી છેવટે વૈરામ રસમાં અન્તર્ગત કરે છે. તે જ તેઓશ્રીની કલમની વિશેષતા છે .
આત્મ કલ્યાણવાંછુ અનેક આત્માઓની જુદા જુદા સમયે આ પુસ્તક અલભ્ય હોવાથી તેની દ્વિતીયાવૃત્તિ કઢાવવાની મને પ્રેરણા થયેલી તે વાત મને પણ યોગ્ય લાગવાથી વિ. સં. ૨૦૦૬ના ટાણા