________________
પ્રકરણ ૧૪ મું.
ચિત્રસેનનું શૌર્ય, ઉદારતા તથા પરાક્રમો.
એક વખતે મંત્રી સહિત સભામાં બેઠેલ તે રાજાની પાસે એક વિદેશી માણસ આવ્યું અને કહ્યું કે “મહારાજ! સિંહપુરને રાજ સિંહશેખર ગર્વથી ઉદ્ધત થઈ ગયો છે અને અમારા સીમાડાને તેના સૈન્ય વડે નાશ કરે છે અને લેકેને રંજાડે છે. વળી તે આપણે દંડ આપતું નથી, આપણા માણસની સેવા કરતું નથી અને મુસાફરોને સામાન તથા ધન-માલ વિગેરે લુંટી લે છે, માટે તે બાબતમાં તાકીદે બંદોબસ્ત કરવાની જરૂર છે.” આ પ્રમાણેના તેનાં વચને સાંભળીને ચિત્રસેન રાજા કોપથી એકદમ ઉભું થઈ ગયે, મ્યાનમાંથી તરવાર બહાર કાઢી અને યુદ્ધનું રણવાદિત્ર વગડાવ્યું. ભેરીને અવાજ સાંભળીને યોદ્ધાઓ પિતાનાં શસ્ત્રો લઈને એકદમ તૈયાર થઈ ગયા અને તેઓ યમની જેવા આકારવાળા ભયાનક દેખાવા લાગ્યા. પછી ચારે પ્રકારના સૈન્યથી પરવારેલ ચિત્રસેન રાજા વાજીંત્રના નાદથી પ્રેરાયેલ પિતાના નગરથી તરત બહાર નીકળ્યો. મહા પરાક્રમી તે -રાજા પ્રયાણ કરતે અનુક્રમે દંડકારણ્યમાં આવ્યું, અને એક છાયાવાળા સ્થળમાં પડાવ નાખ્યો. રાત્રીને સમયે સર્વ દ્ધાઓ નિદ્રા લેતા હતા તે વખતે અકસ્માતું રાજાએ દર