________________
સાર રાજહઠના પરિણામથી જ્યારે પાષણ તુલ્ય થઈ જાય છે તે વખતે પદ્માવતીના શિયળની કટી દેખાડી તે ગુણના પ્રતાપથી પથ્થર પણ ચેતનવંત થઈ જાય છે તે દેખાડવા ખાસ પ્રયત્ન કર્યો છે. આખી વાર્તા અને સાથે વર્ણવી દેખાડેલ ઉપદેશ વિગેરે ખાસ આકર્ષણ કરે તેવા અને વાંચવા લાયક છે.
આ કથાની સાથે પ્રસંગોપાત્ત પાંચ સુંદર દષ્ટાંતા પણ કર્તાએ દાખલ કરેલા છે (૧) જિનેશ્વર ભક્તિ તથા મહાભાગ્યનું ફળ દેખાડનાર મંગળકળશની કથા બહુ સુંદર રીતે કર્તાએ લખી છે. (૨) કષાયના કટુક વિપાક ઉપર મિત્રાનંદ-અમરદત્તની વિસ્તૃત કથા ખાસ વાંચવા લાયક છે. તેમાં પરસ્પર મિત્રો માટે સહન કરાતાં દુ:ખનું વર્ણન અસરકારક રીતે લખાયેલ છે, ભાવી કદિ ટળતું નથી તે વિચાર દર્શાવનાર મિત્રાનંદના મૃત્યુની હકીક્ત પણ ધ્યાન ખેંચે તેવી છે. (૩) બુદ્ધિના વૈભવ ઉપર જ્ઞાનગર્ભ મંત્રીની કથા ખાસ વિચારવા લાયક છે. ભાવી આપત્તિના જ્ઞાનથી બુદ્ધિને ઉપયોગ કરી આ મંત્રી આપત્તિ ટાળી શકે છે તે કથાને ભાગ વાંચતાં હૃદયમાં બુદ્ધિવાદ માટે આકર્ષણ થાય છે. (૪) ચેડાં પણ મર્મ કટાક્ષથી બેલાયેલ વાક્ય પછીના ભાવમાં પણ કેવી હેરાનગતિ કરે છે તે ઉપર અશકશ્રીનું દષ્ટાંત વચનગુપ્તિ સાચવવા પ્રેરણ કરે છે. (૫) દેવીનાં મોહનાં વાક્યોથી ભાવાથી જિનરક્ષિતનું મૃત્યુ અને તેવા મેહ ઉત્પન્ન કરાવે તેવાં શબ્દોને છોડીને ચાલ્યા જનાર જિનપાલિતે પ્રાપ્ત કરેલી