SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ "" નિવારનારી, આત્મિકસુખ પ્રગટાવનારી, ઉત્તમ પ્રયા વિધિસહિત આપવાની ગુરૂમહારાજને તેઓએ વિન`તિ કરી. તેઓએ ગુરૂમહારાજને કહ્યું કેઃ–“ સ્વામિન્! આ સંસારની દુઃખદાયી ઉપાધિથી અમે બહુ ભય પામ્યા છીએ. વળી ભવભ્રમણથી અમે મુંજાઈ ગયા છીએ. તેથી સંસારના દુઃખથી ઉગારનારી અને ભવભ્રમણ ટાળનારી જિનેશ્વર ભગવાને કહેલી દીક્ષા અમને આપીને કૃતા કરો. આ પ્રમાણેની તેમની વિનતિ સાંભળી તથા તેએની યેાગ્યતા જાણીને ગુરૂમહારાજે જિનેશ્વરે કહેલ વિધિપુરઃસર તેઓને સંસારસમુદ્રમાંથી પાર ઉતરવા માટે જહાજતુલ્ય દીક્ષા આપી. પછી તે સને સાથે લઈને ગુરૂમહારાજે પૃથ્વીતળ ઉપર અન્યત્ર વિહાર કર્યાં, પદ્માવતીને પ્રવૃતિનીને સાંપ્યાં. તેણે તથા ચિત્રસેન અને રત્નસારે સારી રીતે ધર્મારાધન કર્યું; યથાશક્તિ તપસ્યા કરી અને શુભ ભાવથી અની તેટલી આરાધના કરી. પદ્માવતીએ પણ યથાશક્તિ પ્રવૃતિની પાસે તપસ્યાદિ આરાધના કરી. પ્રાંતે તે ત્રણે મહાપુરૂષો શુદ્ધ ભાવપૂર્વક દીક્ષાપર્યાંય પાળી આયુષ્ય પૂર્ણ થયે અનુક્રમે સામુદાયિક કમ ના યેાગે બારમા અચ્યુત કલ્પમાં દેવતાઓ થયા અને સાથે રહી દેવગતિનું સુખ ભાગવવા લાગ્યા. ત્યાં પણ ત્રણે દેવા યથાશક્તિ તીર્થંકરના કલ્યાણુકા સમયે જિનેશ્વરની ભક્તિ તથા તીથ પટન વિગેરે ધમ કૃત્યા સાથે સાથે કરીને સમકિતને વિશેષ નિર્દેળ કરતા હતા, અને ભાવી ઉત્તમ ગતિને અને શાતાવેદનીય
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy