________________
૧૧૭
રાજાનું ચિત્ત, વરસાદનું પાણી અને સ્ત્રી-આટલી વસ્તુઓ જ્યાં તેના પ્રેરનારા દેરી જાય ત્યાં જાય છે.”
આ પ્રમાણે રાજકન્યાનાં વચને સાંભળી પિતાને મરથ સફળ થયે જાણ મિત્રાનંદે તેને કહ્યું કે-“હે ભદ્ર ! જ્યારે હું તારા ઉપર સરસવનાં દાણા નાંખું ત્યારે કુંફાડા મારવા મંડવું.” તેણીએ તે વાત અંગીકાર કરી. પછી મિત્રાનંદ રાજા પાસે આવ્યું અને તેણે કહ્યું કે:“હે રાજન ! તે મરકીને હું સત્વરજ સાધી શકીશ; પરંતુ એક શીઘ્રગતિવાળો અશ્વ તૈયાર રખાવજે, કે જેના ઉપર બેસીને આ રાત્રીમાંજ હું તે દુષ્ટ મરકીને તમારા દેશની હદબહાર લઈ જઈ શકું. જે માગમાં સૂર્યોદય થઈ જશે તે તે પછી ત્યાંજ રહી જશે.” તે સાંભળી ભયભીત થયેલા રાજાએ એક વેગવાળી જાતિવંત ઘડી તૈયાર કરાવી તેને સેંપી રાખી. પછી સંધ્યા સમયે રાજકન્યાને કેશથી પકડીને રાજાના હુકમથી રાજસેવકે એ મિત્રાનંદને સંપી. તે વખતે મંત્રપાઠો ભણવાને દેખાવ કરીને તેણે તેના ઉપર સરસવના દાણું છાંટયાં, એટલે પ્રથમના સંકેત પ્રમાણે તે કુંફાડા મારવા લાગી. મિત્રાનંદે ગાઢસ્વરે તેને દેશપાર ચાલ્યા જવા હાકલ મારી, અને મુશ્કેલીથી શાંત કરી. પછી તેણીને તૈયાર રાખેલ ઘેડી ઉપર બેસાડી તેને આગળ કરી તે તેની પાછળ ચાલ્યા. રાજા તથા સમાજને વિગેરે દરવાજા સુધી વળાવવા આવ્યા.
પછી માર્ગમાં ચાલતાં રાજકન્યાએ મિત્રાનંદને કહ્યું
સેવા હુવા