________________
પ્રસંગે એ વિચારને અને સુબુદ્ધિના વિકાસને યથાયોગ્ય પોષણ આપે છે કે નહિ ? એ જેવું પણ આવશ્યક છે. આ રીતે બુદ્ધિને વાંચનથી કેળવવાની જરૂર છે. તે છતાં તે કેળવાએલી બુદ્ધિને કયા પ્રકારે ઉપયોગ કરે, એ સમજવું પણ આવશ્યક છે, તેથી આવા સુબેધક પુસ્તકોના વાંચનથી વાચકે તેમાં આવતા પુરૂષોના ચરિત્રમાંથી સાર લઈ પિતાના ચરિત્ર ઉપર તેને પ્રકાશ પાડવા પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ, નીતિ, વિનય, વિવેક, ચાતુર્ય વિગેરે સારા ગુણેને ગ્રહણ કરવા અને અધર્મ, અનીતિ, અવિનય, અવિવેક અને મૂર્ખતા વિગેરે દુર્ગુણેને દૂર કરવા શીખવું જોઈએ. એવા શુભહેતુની ધારણાથીજ આ પાંડવચરિત્રને પ્રબોધ રૂપે મૂકેલું છે. ઉદાર ચરિત પાંડેના ચરિત્રમાંથી શો છે પ્રબંધ લેવાયેગ્ય છે, એ દર્શાવી એ મહાન ગ્રંથને સર્વ રીતે ચરિતાર્થ કરેલ છે.
મનુષ્યજીવનના સૂક્ષ્મ અવલોકનમાંથી ધાર્મિક વૃત્તિના અંતઃકરણે સુબોધને શોધે છે. અને તેનું નિરૂપણ કરે છે. આ અનાદિ અનંત જગતેમાં મનુષ્ય એ વિશેષ લક્ષ્ય ખેંચે એવી વસ્તુ છે. અનેક પ્રકારની લાગ
ઓથી માનવહૃદય ભરપૂર છે. પળે પળે નવા નવા તરગે અને નવી નવી વૃત્તિઓ તેના હૃદયમાં ઉત્પન્ન થાય છે અને તેની અસર તેની ક્રિયાના પ્રવર્તન ઉપર થયા વિના રહેતી નથી. તેથી માનવ હૃદયમાં સારા સારા તરંગે અને સારી સારી વૃત્તિઓ ઉત્પન્ન થાય તેવા વાંચનની જરૂર છે, તે જરૂરીયાત આ પાંડવચરિત્ર ગ્રંથ સર્વ રીતે પૂરી પાડે છે. આ ઉપયોગી ગ્રંથમાંથી જે આનંદ ઉત્પન્ન થાય છે તે અપૂર્વ છે. તેની અંદર સંચિત કરેલે પ્રબંધ નિર્મળ અંત:કરણમાં અદ્દભૂત આનંદન પ્રવાહ રેડે છે અને પૂર્વના પવિત્ર ઉદાર ધર્મવીરેના ચરિત્રનું સ્મરણ કરાવી વાંચકોના હૃદયમાં ઉન્નત ભાવના જાગ્રત કરે છે. આ પાંડવચરિ