________________
જૈન મહાભારત.
(૭૫)
વાણી કદિ પણ મિથ્યા થતી નથી. આ તમારા સ્કંધ ઉપરથી કૃષ્ણના શખને છેડી દો અને અનર્થને કરનારા એવા આ માહમાંથી તમારા આત્માને મુક્ત કરી. માહજ આ સંસારનુ કારણ છે. ” સિદ્ધાર્થ નાં આ વચનાએ ખળભદ્રના હૃદય ઉપર સારી અસર કરી. તત્કાળ તેણે વિનયપૂર્વક જણાવ્યું, “બંધુ સિદ્ધાર્થ ! તે અવસરે આવી મારા આત્માના ઉદ્ધાર કર્યો છે અને મને મેહરૂપ દાવાનળમાંથી ખચાવ્યેા છે. હવે મારે શુ કરવુ ? તેને માટે સલાહ આપ. ” સિદ્ધાર્થ પ્રસન્ન થઇ એલ્યા—ખળભદ્ર ! ત્રણ લેકના કલ્પવૃક્ષ અને દુ:ખની મહા પીડામાંથી મુક્ત કરાવનારા નેમિનાથ પ્રભુનું શરણુ ચો. અને કલ્યાણરૂપ અમૃતની વૃષ્ટિ માટે વર્ષાઋતુ જેવી જૈનદીક્ષા નેમિશ્વર પાસે લઇ શાશ્વત સુખસોંપત્તિના ઉપભોગ કરો.” સિદ્ધાર્થની આ સલાહ બળભદ્રે માન્ય કરી, પછી તે દેવ ત્યાંથી પેાતાના સ્થાનમાં ચાલ્યા ગયા હતા.
',
જેના હૃદયમાં સમતાની છાયા પ્રસરી રહી છે અને માહરૂપ મિલન અંધકાર નાશ પામેલું છે એવા ખળભદ્ર સયમ લેવા ઉત્સુક થઇ ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં વિધાધર નામે એક મુનિ તેમના જોવામાં આવ્યા. આ મુનિને બળભદ્રને આધ આપવા માટે નેમિશ્વર પ્રભુએ માકલ્યા હતા. મુનિને જોતાંજ ખળભદ્રે તેમને વઢના કરી. મુનિ ધર્મ લાભની આશીષ આપી ખેલ્યા—ભદ્ર ! જગતના કલ્યાણકારી શ્રીનેમિશ્વરપ્રભુની આજ્ઞાથી હું તને પ્રતિમાધ કરવા આવ્યો છું. અળભદ્ર! હવે તમારા આ સમય પુણ્યની પુષ્ટિને માટે ચેાગ્ય છે.