________________
(૭૪૬)
જૈન મહાભારત. અને અસ્તનું મહાન અદ્દભૂત ચક્ર ફર્યા કરે છે. જે વ્યક્તિ ઉદયશિખર પર આવી, તે અસ્તના શિખર પર જવાની જ. સુવર્ણમય દ્વારકા દાહ અને મહાસમર્થ વિર કૃષ્ણને જંગલમાં કાળ, એ ઉદયાસ્તને પ્રભાવ પૂર્ણ રીતે દર્શાવી આપે છે.
પ્રકરણ ૫૧ મું.
- ધર્મધષમુનિ. એક પવિત્ર સ્થાનમાં મહા મુનિ બેઠા બેઠા સ્વાધ્યાય ધ્યાન કરે છે. તેમની શાંતમુદ્રા પ્રેક્ષકેના હૃદયમાં શાંતિનું સિંચન કરી રહી છે. તેમના શાંત પ્રભાવથી આસપાસ સર્વ પ્રાણીઓ નિર્વેર થઈ રહેલા છે. જાણે સર્વ સ્થળે શાંતિનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય તે દેખાવ થઈ રહ્યો છે. એ મહા મુનિના હૃદયમાં ઉત્પન્ન થતા વિચારમાં આત્મચિંતન, વિ
પકાર અને કરૂણાની જ કુરણ થઈ રહી છે. અધ્યાત્મજ્ઞાનની પ્રભા તેમના પરિણામને પ્રકાશિત કરી રહી છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ દિવ્ય રત્નોની કાંતિથી તે કમનીય બની ગયા છે.
આ સમયે તેમની પર્ષદામાં પાંચ પુરૂષોએ પ્રવેશ કર્યો. તે પાંચે પુરૂષની પ્રકૃતિમાં રૂપાંતર થઈ ગયું છે. વીરરસને દબાવી શાંતરસે તેમની પર વિજય મેળવ્યું છે. તેમના