________________
દ્રૌપદી હરણ અને કૃષ્ણકોપ.
(૭૩પ) વત કરી મરણને શરણ થવાને નિશ્ચય કર્યો હતે. ધન્ય છે એ પવિત્ર સતીને પૂર્વકાળે ભારતભૂમિ ઉપર આવી પવિત્ર જેન સતીઓ પ્રગટતી હતી.
વાંચનારી બહેનેએ આ વાત લક્ષમાં રાખી પિતાના શીળ તરફ અખંડભાવ ધારણ કરે જોઈએ. તેમણે પિતાની મનોવૃત્તિમાં દ્રૌપદીના પવિત્ર શીળની ભાવના ભાવવી જોઈએ.
વાંચનાર! આ પ્રકરણમાંથી એક ખાસ બધ લેવાયેગ્ય પાંડ ઉપર થયેલા કૃષ્ણના ક્રોધને છે. કેઈપણ પિતાના આપ્તજનના સ્વભાવની કે બળની ઉપહાસ્ય રૂપે કદિપણું પરીક્ષા કરવી નહીં. એવી પરિક્ષા કરવાથી વખતે પિતાના હિતકારી મનુષ્યના હૃદયમાં પોતાના સ્નેહીજન તરફ પણ અભાવ ઉત્પન્ન થઈ આવે છે. પાંડેએ કૃષ્ણના બળની પરીક્ષા કરવાને ગંગાનદી ઉતરવા નકા મેકલી નહીં, તેમાંથી કૃષ્ણ જેવા મેટા માણસને પણ ક્રોધ ઉત્પન્ન થયું હતું, તે બીજા સામાન્ય મનુષ્યની શી વાત કરવી? આ ઉપરથી સર્વ મનુયે ખરેખર બેધ લેવાને છે. હૃદયની સ્વાભાવિક રીતે એવી ઈષણ ઉત્પન્ન ન થાય, તેને માટે સદા સાવચેતી રાખવી જોઈએ. ગમે તે ઉત્તમ અને ગુણી મનુષ્ય હોય તે પણ કઈ વાર ક્રોધાદિક કષાયને વશ થઈ જતાં વાર લાગતી નથી. કષાયની એવી પ્રબળતા જોઈને આપણું મહા પુરૂએ તેમને સર્વથા ત્યાગ કરવાનું કહેલું છે. એ કષાયની ઉત્પત્તિનું