________________
(૭૩૦)
જેન મહાભારત. શંખને નાદ કર્યો. એ શંખના નાદથી જ પદ્મનાભની સેનાને. તૃતીયાંશ નાશ પામી ગયે. પછી તેમણે ધનુષ્યને ટંકાર કર્યો, ત્યાં એક તૃતીયાંશ નાશ પામી ગયે. આથી પદ્મનાભ ગભરાઈ ગયે અને બાકી રહેલા સિન્યને લઈ તે પિતાની નગરીમાં નાશીને પેસી ગયે. જ્યારે પદ્મનાભ નાશી ગયે એટલે કૃષ્ણ તેને ભય પમાડવાને નારસિંહસ્વરૂપ ધારણ કર્યું અને તે ભ યંકર સ્વરૂપે પિતાના ચરણના ઘાતથી પૃથ્વીને કંપાયમાન કરવા માંડી. આ સમયે પદ્મનાભની રાજધાની અમરકંકા નગરીને મજબત કીન્હેતુટી પડ્યો. રાજમંદિરે અને પ્રજાવર્ગની મેટી હવેલીઓ જમીનદોસ્ત થઈ અને લેકમાં હાહાકાર વર્તાઈ રહ્યો. કેટલાએક લેકે મૂછિત થઈ ગયા, કેટલાએક દટાઈ ગયા અને કેટલાએક બેભાન થઈ ગયા. આ વખતે ૫ધનાભે પિતાના અંત:પુરમાં પવિત્રતાથી રહેલી દ્વિપદીને વિનંતિપૂર્વક કહ્યું, “દેવી ! મારે અપરાધ ક્ષમા કર અને આ કૃષ્ણથી મારી રક્ષા કર.” આ પ્રમાણે કહી તે દ્રૌપદીના ચરણમાં નમી પડ્યો. તે વખતે દ્રોપદીએ પદ્મનાભને કહ્યું, “પદ્મનાભ! જે તું સ્ત્રીવેષ ધારણ કરી અને મને આગળ કરી કૃષ્ણના શરણે જઈશ, તે તારા પ્રાણનું રક્ષણ થશે. નહીં તે તારો વિનાશ થઈ જશે.” પદીનાં આ વચન પદ્મનાભે માન્ય કર્યા અને તરત જ સ્ત્રીવેષ ધારણ કરી પદીને આગળ. ધરી નારસિંહરૂપ કૃષ્ણની પાસે આવ્યા. કૃષ્ણ પદ્મનાભને હૈ પદી સાથે સ્ત્રીવેષે આવેલ જેઈ પ્રસન્ન થયા અને પોતાનું નૃસિંહરૂપ ત્યાગ કરી શાંત થઈને બેલ્યા–“પદ્મનાભ !