________________
નેમિનાથનું નિર્મળ ચરિત્ર
(૭૧૭) જના વિવાહ નિમિત્તે વિવાહનું ખાણું તૈયાર થાય છે, અને તેમાં માંડવી અને જાનૈયાના ભેજનને માટે પશુઓને માટે સંહાર થાય છે, તે પશુઓને આ વનિ સંભળાય છે.” સેવકનાં આ વચન સાંભળતાંજ નેમિકુમારે પિતાને રથ પાછો વળાવ્યું અને તે પશુહિંસાને અટકાવ કરી તે ઉપરથી વૈરાગ્યભાવના પ્રગટ થતાં પોતે સંયમ લેવાને ઉત્સુક થઈ ચાલતા થયા. તે સમયે સમુદ્રવિજય, શ્રીકૃષ્ણ, બળભદ્ર અને બીજા યાદવ તથા શિવાદેવી, કતો વિગેરે સ્ત્રીઓ પિતપતાના વાહનને ત્યાગ કરી વરઘડામાંથી જુદાં પડી નેમિકમારની પાછળ ગયાં. તેમણે “કુમાર આવા ઉત્સાહથી શામાટે વિમુખ થાઓ છો?” એમ કહી તેમને સમજાવવા માંડ્યા. તે વખતે મહાનુભાવ નેમિકુમારે તેમને કહ્યું, “જેમાં કસાઈએ પ્રાણીઓની હિંસા કરે છે, એવા વિવાહના ઉત્સવની મારે જરૂર નથી. કસાઈઓથી પરિવેષ્ઠિત એવા તે પ્રાણીઓને જોઈ
મારે જીવાત્મા પણ કર્મરૂપી શત્રુઓએ વેષ્ટિત છે” એમ મારા જેવામાં આવ્યું છે. માટે એ શત્રુઓથી આત્માને મુક્ત કરવાને હું આગળ યત્ન કરું છું. વળી જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મોએ મને ઘેરી લીધું છે. તેથી મારે પ્રથમ એ કર્મોની સામે પગલાં લેવાના છે. મને યાદ આવે છે કે, એ કર્મોરપી ભયંકર શત્રુઓએ મને ઘણીવાર દુ:ખી કર્યો છે. નરક, તિર્યંચ અને મનુષ્યના ભવમાં તેઓએ મારી પુંઠ પકડી મને રીબા