________________
નેમિનાથનું નિર્મળ ચરિત્ર.
૭૧૫)
વિવાહ સંબંધી માંગલિક કૃત્ય તમારે જ કરવાનું છે.” શિદેવીનાં આ વચન કુંતીને કર્ણમાં અમૃત તુલ્ય લાગ્યાં હતાં. પછી તરતજ તેણીએ વિવાહમાંગલ્યને આરંભ કર્યો હતે.
પ્રકરણ ૪૮ મું.
નેમિનાથનું નિર્મળ ચરિત્ર–ચાલુ.
સતી રાજીમતી. એક નવરંગિત રાજમહેલમાં સુંદર બાળા શૃંગાર ધારણ કરી ઉભી છે. તેની આગળ સ્ત્રીઓને સમૂહ માંગલ્ય વસ્તુ હાથમાં લઈ તે બાળાને વિવાહ માંગલ્ય કરે છે. કોઈ તેના લલાટ ઉપર તિલક કરે છે, કે તેના શરીર ઉપર પીઠીને રંગ સુધારે છે, કોઈ તેને આભૂષણેની શોભામાં વ ધારે કરે છે અને કેઈ તેણીનું ઉપહાસ્ય કરતી તેની સાથે વાર્તાલાપ કરે છે.
આ વખતે માંગલ્યના વાજિંત્રોનો ધ્વનિ તેણીના સાંભળવામાં આવ્યું. તે વનિ સાંભળતાં જ તે બાળા સંભ્રમથી પિતાના મહેલના ગેખ પાસે આવી ઉભી રહી. તેણની સાથે તેની સખીઓ પણ ત્યાં આવી ઉભી રહી. સખીઓથી પરિવૃત થયેલી તે બાળા વાજિંત્રેના ધ્વનિ સાથે આવતા તે વરઘડાને જેવા ઉત્સુક થઈ હતી.