________________
રાજિષ ભીષ્મ.
( ૭૧ )
ઉપાન, ખડ઼ મને બે ચામરાના ત્યાગ કર્યાં હતા. તેણે ઉત્તરાસંગ કરી ત્રણ પ્રદક્ષિણા કરી તે ભીષ્મમુનિને વંદના કરી હતી. ભીમસેન વગેરે પાંડવાએ પણ તે મહાનુભાવને ભક્તિથી વંદના કરી હતી. પેાતાના ઉપકારી પિતામહના પૂર્વ સ્નેહ તથા ઉપકાર યાદ કરી પાંડવાના નેત્રામાંથી અશ્રુધારા ચાલી હતી.
જ્યારે યુધિષ્ઠિર અને પાંડવા મહામુનિ ભીષ્મને વદના કરી આગળ ઉભા રહ્યા, ત્યારે મહાનુભાવ ભીષ્મમુનિએ નાસાગ્ર ષ્ટિ કરી તેમને અવલાયા હતા. પેાતાના પૂર્વ સંબંધી પાંડવાને જોઇ સ્વાભાવિક રીતે તેમના હૃદયમાં સ્નેહ આવી ગયા અને તેથી તેમણે જન્મથી ધનુષ્યના ચેાગે કઠણ થયેલા પેાતાના હાથને તે પાંડવાના પૃષ્ઠ ભાગ ઉપર વારવાર ફેરવવા લાગ્યા.
આ સમયે પિતૃભક્ત યુધિષ્ઠિર વિનયથી યુક્ત થઈ છે. અંજળી જોડી મહાનુભાવ ભીષ્મ પ્રત્યે ખેલ્યા—“ પ્રભુ ! આજે આપના પવિત્ર દનથી મારે। પાપી આત્મા પવિત્ર થયેા છે. હું આ સંસારસાગરમાં મગ્ન થઇ ગયા છું. મે રા જ્યલક્ષ્મીને માટે મારા સગાત્ર એના નાશ કર્યો છે. તૃષ્ણાના વેગ રૂપ ચારે મારા વિવેક રૂપ નિધિ ચારી લીધે છે. જો મારા એ વિવેકરૂપ નિધિન ચારાયા હોત તે હું રાજ્યને માટે સર્વ મધવાના નાશ શામાટે કરૂ? ખંધુઓના નાશથી મેળવેલી આ રાજ્યલક્ષ્મીને ધિક્કાર છે. હું પિતા ! સાંપ્રતકાળે તમે પરલેાકને વિષે પ્રસ્થાન કરવા તૈયાર થયા છે.