________________
(૬૮)
જૈન મહાભારત કર્યો હતો, પણ આખરે તેની પવિત્ર મનવૃત્તિ અને સદા ચારમાં પ્રવૃત્તિ સફળ થયા વિના રહી નહીં. તેની સમ્પ્રવૃત્તિઓ તેને વિજય આપી ભારતવર્ષની મુખ્ય રાજધાની ઉપર આરૂઢ. કર્યો અને તેની ચંદ્રિકા જેવી ઉજ્વલ કીર્તિને દશે દિશામાં પ્રકાશિત કરી, એટલું જ નહીં પણ તેના જીવિત પછી તેનું અમર નામ આ જગત્ ઉપર રાખી યાવચંદ્રદિવાકર તેનું યશોગાન ભારતીય પ્રજાની પાસે કરાવશે. આ ઉપરથી વાંચનારી તું કેટલે બધે ઉત્તમ બેધ મેળવી શકીશ?તેને વિચાર કરજે. જે તારા પવિત્ર હદયમાં એ બેધને સ્થાપિત કરીશ. તે તું તારા જીવનના માર્ગને સારી રીતે સુધારી શકીશ. કદિ આર્ય યુધિષ્ઠિરના જેવી તારામાં શક્તિ ન હોય તે તું નાસીપાસ થઈશ નહીં. છેવટે એવી પવિત્ર ભાવના ભાવીને તારા આત્માને પુણ્યને બંધ કરાવજે.
– ©એક-– પ્રકરણું ૪૬ મું.
રાજર્ષિભીષ્મ. . વિવિધ પ્રકારનાં વૃક્ષોથી વિરાજિત એવા પર્વતની ગુહામાં એક મહામુનિ બેઠા છે. પર્વતની આસપાસ અનેક જાતના કુદરતી દેખાવે નજરે પડે છે. તે સ્થળની આસપાસ શાંતિ પ્રસરી રહી છે. તેને દરેક પ્રદેશ મુનિ ધર્મના પવિત્ર