________________
( ૬૮૪)
જૈન મહાભારત. પ્રભુની સામે આવ્યું હતું, પણ સૂર્યની આગળ ખોતની જેમ તેનું પરાક્રમ પ્રભુ આગળ વ્યર્થ થયું હતું. તે કાળે બીજા લક્ષાવધિ રાજાઓ નેમિ સામે યુદ્ધ કરવા આવ્યા, પણ દયાળુ પ્રભુએ તેમને વધ કરવાની ઈચ્છા ન કરતાં પોતાના દિવ્ય શંખને વગાડ હતું. જેને શબ્દ સાંભળી તે વરરાજાઓના હાથમાંથી હથિયારો નીચે પડી ગયાં હતાં. તે સમઅને લાગ જોઈ બળભદ્રને ભાઈ અનાદષ્ટિ આગળ આવ્યા અને તે ભયંકર યુદ્ધ કરતે હતે. શત્રુઓએ પોતાના બાણેની વૃષ્ટિથી તેને આચ્છાદિત કરી દીધો. એટલે અર્જુન તથા ભીમસેન વચ્ચે આવ્યા હતા અને તેમણે પિતાના અતુલ બળથી શત્રુઓના પક્ષને નિર્બળ કરી દીધો હતો. તેની પાછ બજ સહદેવ અને નકુળ આવી લાગ્યા અને તેમણે પણ પિતાની મહાન શક્તિ દર્શાવી જરાસંઘના પક્ષકારી રાજાએનો ઘાણ વાળી નાંખ્યું હતું. કેટલાએક નાસીને પોતાના હિરણ્યનાભ નામના સેનાપતિને શરણે આવ્યા હતા. આ વખતે બળવાન ભીમસેને હિરણ્યનાભને બેલાવી ભારે યુદ્ધ કર્યું અને આખરે તેને નાશ કર્યો હતે. હિરણ્યનાભને વધ થયા પછી સૂર્ય અસ્ત પામતાં યુદ્ધક્રિયા વિરામ પામી અને તેથી યાદ અને તેમના સ્વામી સમુદ્રવિજય રાજા ખુશી થયા હતા. તેમણે ભીમને હૃદયથી અભિનંદન આપ્યું હતું.'
બીજે દિવસે પ્રાત:કાળે પિતાના સેનાપતિ હિરચના-ભના મરણથી કેધાતુર થયેલે જરાસંઘ રણભૂમિમાં ચડી