________________
મહાયુદ્ધ ચાલુ.
(૬૭૭) રાખી શ્રીકૃષ્ણ પાંચે પાંડને લઈને પોતાની છાવણીમાં આવ્યા હતા. પછી ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીને છાવણીની રક્ષા કરવાની આજ્ઞા કરી પાંડ ત્યાંથી કૃષ્ણ સાથે જવા નીકળ્યા હતા.
અહીં દુર્યોધન ઉરૂના ભંગથી પૃથ્વી પર પડ હતે. તે તરફડીયા મારી મહાદુઃખ ભેગવતે હતે. તે વખતે કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા એ ત્રણે દુર્યોધનની પાસે આવી તેને ધીરજ આપવા લાગ્યાં. “મહારાજ! તને અમે ધન્યવાદ આપીએ છીએ. આવી નઠારી સ્થિતિમાં આવ્યા છતાં તે દીનતા કરી નથી અને શત્રુને નમન કરવાની ઈચ્છા રાખી નથી. રાજન! તારા હૃદયમાં શાંતિ રાખજે. તું જીવતાં જ અમે પાંડવોની સાથે યુદ્ધ કરી તેમને વધ કરવાની ઈચ્છા રાખીએ છીએ, અને પાંડનાં મસ્તક કાપી લાવી તને જે બતાવીએ તેજ અમે તારા અનૃણ છીએ.” તેમનાં આ વચને સાંભળી દુર્યોધન પોતાની વેદનાને વિસરી ગયે અને તેણે કેટલાએક મધુર શબ્દથી તે ત્રણેને ઉપકાર માન્ય હતું. તેણે છેવટે કહ્યું હતું કે, “મિત્રો! હવે તમે પાંડની છાવણીમાં સત્વર જાઓ અને તેમના મસ્તકને છેદી મને ઉતાવળે બતાવે. કારણ કે મારે પ્રાણુ ઘણીવાર શરીરમાં રહેવા માટે ઈચ્છા કરતો નથી.” દુર્યોધનનાં આ વચને સાંભળી અશ્વત્થામા કૃતવર્મા અને કૃપાચાર્યને સાથે લઈ પાંડની સામે યુદ્ધ કરવા ગયે હતું. તેમણે ઘણીવાર યુદ્ધ