________________
| મહાભારત,
જૈન મહાભારત. ભીમસેને પિતાની પ્રિયાનું આલિંગન કરી પોતાને હાથે તેણના કેશને સ્પર્શ કર્યો અને દુ:શાસનના વધને વૃત્તાંત આનંદપૂર્વક કહી સંભળાવ્યું, જે સાંભળી દ્વિપદીએ આનંદ સહિત પતિને અભિનંદન આપ્યું હતું.
સૂર્યાસ્ત થયા પછી કરવસેના ખિન્ન થઈ પિતાની છાવણીમાં આવી હતી. દુર્યોધન પિતાના વરબંધુના વધથી શકાતુર થઈ પટભુવનમાં બેઠા હતા. તે વખતે કણે આવી દિલાસો આપવા દુર્યોધનને કહ્યું, “રાજન ! પાંડવસેનાનું મસ્તક અનાજ છે. જે તેનું છેદન કરવામાં આવે તે પછી તે પાંડવ સેના શબના જેવી થઈ જશે. પણ અર્જુનને જે વિજય થાય છે, તે તેના સારથિની ચાલાકી છે. તે મને ઇકના સારથિ માતલીના જે શલ્ય સારથિ આપ કે જેથી હું અર્જુનને પરાભવ કરું. અને તેના પ્રાણ લઈ તમારા બંધુશેકની નિવૃત્તિ કરૂં.” કર્ણનાં આવાં વચન સાંભળી દુર્યોધને મદ્રદેશના રાજા શિલ્યને બોલાવી કહ્યું કે, “હે શલ્ય! તું આ કર્ણને સારથિ થા.” દુર્યોધનનાં આવાં વચન સાંભળી શક્ય રીસ કરીને બોલ્યા “દુર્યોધન ! તું આ શું બેલે છે? કયાં સૂતપુત્ર કર્ણ અને ક્યાં હે રાજા ! રાજહંસને કાગડાનું દાસપણું કરવા જેવું આ તારું વચન ઉપહાસ્ય કરવા ચોગ્ય છે. શલ્યનાં આવાં વચન સાંભળી દુર્યોધને કહ્યું કે, શલ્ય! મેં તને મિત્ર ધારીને કહ્યું છે. મિત્રના કામમાં ગ્યાયેગ્યને વિચાર કરવાનું નથી, માટે તારે કર્ણનું સારથીપણું સ્વીકારવું જોઈએ. મિત્રના વિ